Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

વડોદરાની એમ. એસ. યુનિ. કેમ્પસમાં ત્રીજા માળેથી લોખંડની જાળી પડતા વિદ્યાર્થીનીને માથામાં ઇજા: છાત્રોમાં ઘેરા પડઘા

આર્ટ્સના ફર્સ્ટ યરમાં અભ્યાસ કરતી શેરવાનીના માથામાં ઝાળી પડતા ગંભીર ઇજા :

 

વડોદરાની એમ,એસ,યુનિ કેમ્પસમાં ત્રીજા માળેથી ઝાળી પડતા એક વિદ્યાર્થિનીના માથામાં ગંભીર ઇજા પહોંચી છે ફેકલ્ટી ઓફ આર્ટસના સોશ્યોલોજી બિલ્ડીંગના ત્રીજા માળેથી લોખંડની જાળી પડતાં પ્રથમ વર્ષ આર્ટસની એક વિદ્યાર્થીની ઘાયલ થઇ હતી.આજે બપોરે કોલેજ ચાલુ હતી ત્યારે બનેલી આ ઘટનાથી કેમ્પસમાં અફરા તફરી મચી ગઇ હતી.

  સૂત્રોના જણાવ્યા મુજબ ફેકલ્ટી ઓફ આર્ટસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી શરવાની ભોંસલે બપોરે તેના મિત્રોની સાથે સોશ્યોલોજી વિભાગના બિલ્ડીંગ પાસેથી પસાર થઇ રહી હતી.ત્યારે એકાએક ફેકલ્ટીના ત્રીજા માળથી લોખંડની જાળી સાથેની બારી તૂટીને વિદ્યાર્થીઓના આ ગ્રુપ પર પડી હતી. જેમાં શેરવાનીને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. ત્રીજા માળેથી પડેલી જાળીના કારણે વિદ્યાર્થીનીના માથામાં પડતાં વિદ્યાર્થીની નીચે ચક્કર ખાઇને નીચે બેસી ગઇ હતી ઇજાગ્રસ્ત વિદ્યાર્થીની શેરવાની ભોંસલેના માથામાંથી લોહી વહેવાનું લાગ્યું હતું વધુ લોહી વહી જાય તે પહેલાં તેની સાથેની વિદ્યાર્થીનીઓ અને કોલેજના વિદ્યાર્થીઓ તેને હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં તેને સારવાર શરૂ કરી દેવામાં આવી હતી.

  આ અંગેની જાણ થતાં યુનિ.ના વિજીલન્સી ટીમ સાથે અધ્યાપકો અને રજીસ્ટાર સ્થળ પર પહોચી ગયા હતા. હોસ્પીટલમાં જઇને વિદ્યાર્થીનીને સારવાર વધુ વ્યવસ્થિત મળી રહે તે માટે જરૂરી વિગતો તબીબો પાસેથી મેળવી હતી. બીજી તરફ વિદ્યાર્થીઓમાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. કેમ્પસની જર્જરીત ઇમારતોના સમારકામ માટે કાલે યુનિ. સત્તાધીશોને આવેદનપત્ર આપવાનું નક્કી કરવામાં આવ્યુ છે.

  યુનિ.ના સત્તાવાર સુત્રોના જણાવ્યા અનુસાર વાઇસ ચાન્સેલર પરિમલ વ્યાસે આર્ટસ ફેકલ્ટીમા અકસ્માતે જુની બારી પડવાની ઘટના દુખદ ગણાવીને યુનિવર્સીટી કન્સ્ટ્રક્શન ડિવીઝનને "મેન્ટેનન્સ ડ્રાઈવ" હાથ ધરવાની સૂચના આપી દીધી હતી. જે અંતર્ગત આગામી પંદર દિવસમા સમગ્ર યુનિવર્સીટીમા જુના અને નબળા લીન્ટલ, બીમ, કૉલમ, સ્લેબ, દરવાજા, બારી વગેરે માટે પ્રીવેન્ટીવ મેઝર્સ અને સમારકામ હાથ ધરવામા આવશે. તેમજ આગામી તારીખ ૧૦મી ઑક્ટોબરે વાઈસ ચાન્સલરને પૂર્ણ થયેલી કામગીરીનો રીપોર્ટ સોંપવાના આદેશ પણ આપવામાં આવ્યા

(9:15 am IST)