Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

અરવલ્લી જિલ્લામાં શાકભાજીના પૂરતા ભાવ નહિ મળતા ખેડૂતોને હાલાકી

મોડાસા માર્કેટ યાર્ડમાં શાકભાજીની જબરી આવક બાદ હવે પૂરતા ભાવ નહિ મળતા ખેડૂતોની હાલત કફોડી

અરવલ્લી જિલ્લામાં ખેડૂતોને શાકભાજીના પૂરતા ભાવ નહિ મળતા મુશ્કેલીમાં મુકાયા છે મોડાસા માર્કેટયાર્ડમાં ખેડૂતો શાકભાજી વેચવા આવ્યા ત્યારે તેમને પોષણક્ષમ ભાવ ન મળતા હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. અગાઉ જે ભાવ મળતા હતા તેના કરતા પણ ઓછા ભાવ મળતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવે છે.

  મોડાસા માર્કેટ યાર્ડની જ્યાં હાલમાં શાકભાજીની એટલી હદે આવક થઇ રહી છે કે ખેડૂતોને તેમના પકવેલા શાકભાજીનો ભાવ ન મળતા કફોડી હાલતમાં મુકાયા છે.

વેપારીઓ કહે છે કે શાકભાજીની આવક વધુ છે. જ્યારે માર્કેટમાં ઘરાકી ઓછી છે. જેથી આ સ્થિતી સર્જાઇ છે. જ્યારે બજારમાં શાકભાજીનો ભાવ આસમાને હોય છે. ત્યારે પણ ખેડૂતોને શાકભાજીનો પૂરતો ભાવ મળતો નથી હોતો જેના કારણે ખેડૂતો બંને તરફથી પીસાઇ રહ્યા છે.

(8:47 pm IST)