Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

અમદાવાદમાં 44 કરોડના ખર્ચે બનેલ રિવરફ્રન્ટ હાઉસનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઉદઘાટન કરાયું

પાંચ માળ તથા ત્રણ ભોયરાનુ કુલ 16,594 ચોરસમીટર બાંધકામ :મોટાભાગના કોર્પોરેટર -ધારાસભ્યો ગેરહાજર

અમદાવાદ:મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે તેયાર થયેલા રિવરફ્રન્ટ હાઉસનું ઉદ્ઘાટન કર્યું હતું મહાપાલિકા દ્વારા વલ્લભસદનની પાછલના ભાગે 44 કરોડના ખર્ચે આ હાઉસ તૈયાર કરાયુ છે

  આ કાર્યક્રમમાં મોટા ભાગના કોર્પોરેટર અને ધારાસભ્યો ગેરહાજર જોવાયા હતા રીવરફ્રન્ટ  હાઉસમા ગ્રાઉન્ડ ફલોર -પાંચ માળ તથા ત્રણ ભોયરાનુ કુલ 16,594 ચોરસમીટર બાંધકામ કરાયું છે .

  આ હાઉસમાં ગ્રાઉન્ડફોલોર ઉપર મ્યુઝિયમ-એક્ઝીબીશન માટે અનામત રાખવામા આવ્યા છે.બીજા માળે રીવરફ્રનટ ડેવલપમેન્ટ કોર્પોરેશનની ઓફીસ છે. પ્રથમ, ત્રીજા, ચોથા, પાંચમા માળે ઓફીસ-બીઝનેશ સેન્ટર ઉભા કરવામા આ્વ્યા છે. આ જગ્યા ભાડેથી આપવામા આવશે.

 રીવરફ્રન્ટ હાઉસની પાસે એક વિશાળ દિવો મુકાયો છે 36 ફુટ ઉંચાઇ,16 ફુટ વ્યાસ અને ત્રણ ટન વજન ધરાવતા  સ્ટીલમાંથી બનાવેલો આ દિવો સોલર લાઇટથી ઝળહળે છે.

(7:47 pm IST)