Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

અમદાવાદ પોલીસને ભારે હંફાવનાર 'સમડી' - સમીરઉદ્દીન ઉર્ફે બોન્ડ શેખ ઝડપાયો : ૧૦૦ થી વધુ ગુન્હાઓ પર થી ઊંચકાયો પડદો : આરોપીના સાથી અબ્બાસ શેખનું મૃત્યુ હાલમાંજ થયેલ એક અકસ્માતમાં થયું હતું : શાતીર આરોપી સવારે ચાલવા નીકળતી કે મંદિરે જતી મહિલાઓને શિકાર બનાવીને ગળાના ચેઈનની ચીલઝડપ કરતો

અમદાવાદ: સમગ્ર અમદાવાદ શહેરમાં ચેઈનની ચીલઝડપ કરીને પોલીસને હંફાવનાર 'સમડી' ને  પકડવામાં આખરે પોલીસને સફળતા મળી છે. પોલીસએ કાલુપુરના રહેવાસી સમીરઉદ્દીન ઉર્ફે બોન્ડ શેખની ધરપકડ કરી છે. તેણે અમદાવાદના તમામ વિસ્તારોમાં ચેઈનની ચીલઝડપને અંજામ આપ્યો છે. આરોપી મોર્નિંગ વોક તથા મંદિરે જતી મહિલાઓને નિશાન બનાવતો. આરોપીની સાથે તેનો એક મિત્ર અબ્બાસ શેખ પણ હતો જેનું અકસ્માત થતાં મોત નીપજ્યું હતું.

સમીરના સાગરીતનું મોત થતાં સમીર છેલ્લા છ મહિનાથી એકલો ચેઈન સ્નેચીંગના ગુનાને અંજામ આપતો અને ફરાર થઈ જતો હતો. જેની પોલીસે લાંબા સમય બાદ ધરપકડ કરી છે. સમીરની ધરપકડ કરી પોલીસે એક લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ત્યારે પોલીસ તપાસમાં સામે આવ્યુ છે કે ઝડપાયેલ સમીરઉદ્દીન શેખ પ્રથમ વખત પોલીસના સંકજામાં ઝડપાયો છે.

ઝડપાયેલા આરોપી સમીરને પૂછપરછ કરતા તેની આગવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે, જેમાં સમીર અને તેનો મિત્ર ચેન સ્નેચીગ કરવા જતા પહેલા બાઈક ના નંબર પ્લેટ હટાવતા, પોતાની ઓળખ ન થાય તે પ્રમાણેના કપડાં પહેરતા અને ચેન સ્નેચિંગ કર્યા બાદ કપડા બદલી બાઈક નંબર પ્લેટ પર લગાવી દેતા હતા.આમ પોલીસ ગેરમાર્ગે દોરાતી અને આરોપી ફરાર થઈ જતા હતા. જેમાં સ્પોટ્સ બાઇકનો ઉપયોગ કરતા હતા.

સાથે જ પોલીસ તપાસ કરતા આરોપી નશાનો વ્યસન કરતો હોવાથી ચેઇન સ્નેચિંગના ગુનાને અંજામ આપતો હતો. એટલુ જ નહિ ચેઇન સ્નેચિંગ કર્યા પૈસાનો મોજાશોખ કરતો હતો. ત્યારે મણીનગર પોલીસને આંશકા છે કે આરોપી હજી અનેક ચેઇન સ્નેચિંગ ગુના ભેદ ઉકેલી શક્યા છે.

મહત્વનું છે કે ચેન સ્નેચિંગ કર્યા બાદ સમીર જે આરોપી ને સોના નો મુદ્દામાલ આપતો હતો તે આરોપી શહેઝાદની પણ ક્રાઇમ બ્રાન્ચે પાસા કરી છે. પરંતુ હવે ચોરીનો મુદ્દામાલ સહેજાદ નો પુત્ર અને તેના ભાઈનો પુત્ર ખરીદતા હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસે બિલાલ અને એક સગીર ની શોધખોળ હાથ ધરી છે. ત્યારે જોવું એ રહ્યું કે આરોપી પાસેથી કેટલો મુદ્દામાલ કબજે થાય છે.

(12:47 am IST)