Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

દેશભરમાં એકમાત્ર સુરતમાં નીકળે છે મહિલાઓની કાવડ યાત્રા : આજે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે ૨૦૦૦ મહિલાઓ જોડાઈ આ યાત્રામાં

લોકવાયકા મુજબ સર્વ પ્રથમ ભગવાન પરશુરામે શિવજીને પ્રસન્ન કરવા કાડવ યાત્રાની શરૂઆત કરી હતી

સુરત : દેશભરમાં એકમાત્ર સુરતમાં નીકળે છે મહિલાઓની કાવડ યાત્રા, જે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે યોજવામાં આવે છે. આજે નીકળેલી કાવડ યાત્રામાં ૨૦૦૦ મહિલાઓ જોડાઈ હતી. સુરતનાં વરાછામાં આવેલા નીલકંઠ મહાદેવ વરાછા વિસ્તારથી આ કાવડ યાત્રા નીકળી છે.

વરાછાનાં નીલકંઠ મહાદેવ ખાતે ભેગી થયેલી 2000 જેટલી મહિલાઓ સમાન રંગનાં કપડામાં જોવા મળી રહી છે. મહિલાઓએ હર હર ભોલેનાં નાદથી આખા વાતાવરણને પવિત્ર કરી દીધું છે. આ મહિલાઓ ઉત્સાહભેર પ્રભુનાં નામ લઇને પ્રભુ ભક્તિમાં લીન થઇ ગઇ છે. આ કાવડ યાત્રામાં મોટી સંખ્યામાં અન્ય લોકો પણ જોડાયા છે.

કાડવ યાત્રા એટલે ખભા ઉપર લાકડી કે વાંસ રાખીને તેના બન્ને છેડે જોળી બનાવી તેમા માટલી મુકીએ તેને કાવડ કહેવાય. જે રીતે શ્રવણ કુમારે તેના અંઘ માતા-પિતાને કાવડમાં બેસાડી યાત્રા કરાવી હતી. તે જ કાવડ. કહેવાય છે કે સર્વ પ્રથમ પરશુરામે શિવને પ્રસન્ન કરવા કાડવ યાત્રાની શરૂઆત કરી હતી.

(5:05 pm IST)