Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

ગુજરાત રાજ્યએ જળ વ્યવસ્થાપન – વોટર મેનેજમેન્ટ ક્ષેત્રે સમગ્ર દેશમાં સતત ત્રીજા વર્ષે પ્રથમ ક્રમ મેળવ્યો : નીતિ આયોગે બહાર પાડેલા કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્ષમાં ગુજરાત ૭પ ગુણાંક સાથે અગ્રીમ રહ્યું : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સંબંધિત વિભાગોને અભિનંદન પાઠવ્યા

ગાંધીનગર : ગુજરાત રાજ્યએ જળ વ્યવસ્થાપન – વોટર મેનેજમેન્ટ ક્ષેત્રે સમગ્ર દેશમાં સતત ત્રીજા વર્ષે પ્રથમ ક્રમ મેળવ્યો છે. નીતિ આયોગે તાજેતરમાં દેશના રાજ્યોની વોટર મેનેજમેન્ટ ક્ષેત્રની કામગીરી અંગે બહાર પાડેલા કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્ષમાં ગુજરાત ૭પ ગુણાંક સાથે અગ્રીમ રહ્યું છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના દીર્ઘ દ્રષ્ટિપૂર્ણ નેતૃત્વમાં ગુજરાતમાં જનભાગીદારીથી હાથ ધરાયેલા સુજલામ સુફલામ જળ અભિયાનને પગલે ગુજરાતે પોતાનો પ્રથમ ક્રમ સતત આ વર્ષે પણ જાળવી રાખ્યો છે.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, ર૦૧૮માં રાજ્યના સ્થાપના દિન ૧ લી મે એ મુખ્યમંત્રીની પ્રેરણાથી રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાનના મંડાણ કરીને ગુજરાતે બે વર્ષમાં ર૩ હજાર લાખ ઘનફૂટ જળસંગ્રહ ક્ષમતા વધારી છે.

આ અભિયાનની સફળતાની પણ નીતિ આયોગે આ કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્ષમાં સકસેસ સ્ટોરી તરીકે નોંધ લીધી છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્ષમાં પ્રથમ ક્રમની ગુજરાતની આ અગ્રેસરતા માટે સંબંધિત વિભાગોને સર્વગ્રાહી ઉત્કૃષ્ટ કામગીરી માટે  અભિનંદન પાઠવ્યા છે.

(4:38 pm IST)