Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

મોડાસામાં કૃષ્ણ જન્મના દિવસે જોરશોરથી ઉજવણી કરવામાં આવી: હજારો ભકતોનું ઘોડાપુર જોવા મળ્યું: દર્શનનો લાભ લઇ લોકોએ પ્રસન્નતા વ્યક્તિ

મોડાસા: ભગવાન વિષ્ણુના આઠમા અવતાર એવા નટખટ નંદલાલ પ્રભુશ્રી કૃષ્ણનો ૫૨૪૬મો પ્રાગ્ટય દિન ખૂબ શ્રધ્ધાઉમંગ અને ભાવભેર ઉજવાયો હતો.પ્રસિધ્ધ યાત્રાધામ શામળાજી થી માંડી જિલ્લાભરના શ્રી કૃષ્ણ મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવ ધામધૂમથી ઉજવી.કાનૂડા ઠાકોરને ભક્તોએ હેતપૂર્વક પારણે ઝુલાવી ધન્યતા અનુભવી હતી.શામળાજી અને જિલ્લાના સબલપુર(મોડાસા)સહિત વિવિધ સ્થળે પર્વની ઉજવણી સ્વરૃપે યોજાયેલ લોકમેળાઓમાં મોટીસંખ્યામાં ધર્મપ્રેમી જનતા ઉમટી પડી હતી.અને જન્માષ્ટમી ના પવિત્ર પર્વે રોહીણી નક્ષત્રમાં પ્રભુ દર્શનનો લ્હાવો લઈ પ્રસન્નતા વ્યક્ત કરી હતી.

જિલ્લાના મોડાસા ખાતે શ્રી ગોકુલનાથજી મંદિર સહિત શ્રી સ્વામીનારાયણ મંદિરો,ઈસ્કોન મંદિર,મોડાસા પંથકના શ્રીકૃષ્ણ મંદિરોમાં ભગવાન શ્રી કૃષ્ણનું 5246 મુ પ્રાગ્ટય પર્વ શ્રધ્ધા-ઉમંગભેર ઉજવાયું હતું.મોડાસાના સબલપુર ખાતેના શ્રી વિષ્ણ મંદિરે કૃષ્ણ જન્મોત્સવ પર્વ ભાવભેર ઉજવાયું અને સ્થળે પરંપરાગત રીતે લોકમેળો યોજાયો હતો.આમ સમગ્ર જિલ્લામાં મહિમાવંતા જન્માષ્ટમી પર્વની શ્રધ્ધા,ઉમંગભેર ઉજવણી કરાઈ હતી.

(2:53 pm IST)