Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

ગાંધીનગરના જુદા જુદા વિસ્તારમાં જુગાર રમવા આતુર બનેલ જુગારીઓને પોલીસે પકડી લેવા દોડધામ હાથ ધરી: 30 જેટલા જુગારીઓને પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

ગાંધીનગર: શહેરમાં શ્રાવણ મહિના દરમ્યાન જુગારીઓ ગમે તે ભોગે જુગાર રમી લેવા માટે આતુર બની જતાં હોય છે ત્યારે પોલીસ પણ આવા જુગારીઓને પકડી લેવા માટે દોડધામ કરી છે. શ્રાવણની આઠમનો મોટો મહિમા છે ત્યારે જુગારીઓમાં પણ તેનું અલગ મહત્વ છે. ગાંધીનગર શહેર અને કલોલમાં આઠમનો જુગાર રમતાં આવા ૩૦ જેટલા જુગારીઓ પોલીસ ટીમોએ ઝડપી લીધા છે. ફતેપુરા ગામ, જીઆઈડીસી, પાલજ, કલોલના બોરીસણા અને વડસરમાંથી પોલીસે મુદ્દામાલથી સાથે જુગારીઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

શ્રાવણ મહિનો ધીમેધીમે પૂર્ણતાના આરે જઈ રહયો છે ત્યારે જુગારીઓ પણ વધુ સક્રીય થઈ ઠેકઠેકાણે બોર્ડ બેસાડી રહયા છે તો બીજી તરફ પોલીસ પણ જુગારીની બદીને અટકાવવા માટે દોડધામ કરી રહી છે ત્યારે હવે ગણતરીના દિવસો શ્રાવણ મહિનાને બાકી રહયા છે ત્યારે છેલ્લી ઘડીનો જુગાર રમી લેવામાં જુગારીઓ વ્યસ્ત બન્યા છે. આવા જુગારીઓને પકડી પાડવા માટે પોલીસે પણ કમર કસી છે અને જુગારના કેસો કરવામાં આવી રહયા છે

(2:43 pm IST)