Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

અમદાવાદમાં કારનો કાચ તોડીને 14,50 લાખની ચોરી કરનાર આરોપીને ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો

બાઈક પર પીછો કરીને સુભાષબ્રિજ કલેક્ટર કચેરીના પાર્કિગમાં કારમાંથી ચોરી કરનાર આરોપી ચેતન ઘમંડે ઝડપાયો

અમદાવાદના સુભાષબ્રિજ કલેક્ટર કચેરીના પાર્કિગમાં રહેલી કારનો કાચ તોડી રૂ. ૧૪.૫૦ લાખની ચોરી મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજના આધારે બાઈક પરથી આરોપીઓની ઓળખ કરી ઝડપી ૬ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.

મકરબા પાસે રહેતા અને શિવમ ગ્રુપના નામે કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા જયદેવભાઈ ભાસ્કર આશ્રમ રોડ પર આવેલી માધવ મગન આંગડિયા પેઢીમાંથી ૧૫ લાખ લઈ નીકળ્યા હતા.

સુભાષબ્રિજ કલેકટર ઓફિસમાં આવેલા પાર્કિગમાં કાર પાર્ક કરી અને ૭/૧૨નો ઉતારો લેવા ગયા હતા. તેઓ પરત આવ્યા ત્યારે ડ્રાઇવર સીટના પાછળનો કાચ તૂટેલો હતો અને રૂ. ૧૪.૫૦ લાખ ગાયબ હતા. ક્રાઈમ બ્રાન્ચે રોડ પર આવેલા તમામ સીસીટીવી તપાસી એક શંકાસ્પદ બાઇકને ઓળખી ચેતન ઘમંડે (રહે. મેઘાણીનગર)ને ઝડપી લીધો હતો અને ૬ લાખ કબ્જે કર્યા હતા. તેની પૂછપરછ કરતા સાગરીત પ્રહલાદે બાઈક પર આંગડિયા પેઢીથી પીછો કર્યો હતો અને બાદમાં ચોરી કરી હોવાનો ખુલાસો કર્યા હતો.

(3:17 pm IST)