Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

શ્રી સ્વામિનારાયણ મંદિર, વડોદરામાં જન્માષ્ટમી અવસસરે રામાનંદ સ્વામીની 280મી પ્રાગટ્ય જયંતી તથા ચાતુર્માસ કથાની પૂર્ણાહુતિ

ગરવી ગુજરાતની સંસ્કારી નગરી, કલાનગરી વડોદરા શહેરમાં આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર, વડોદરા શ્રી મુક્તજીવન સ્વામીબાપા માર્ગ (હરણી રોડ) ખાતે જન્માષ્ટમી ઉત્સવ અવસરે શ્રી રામાનંદ સ્વામીની ૨૮૦ મી પ્રાગટ્ય જયંતીની  ઉજવણી કરવામાં આવી હતી. સંતો ભક્તોએ સાથે મળીને પારણીયામાં શ્રી ઠાકોરજીને બિરાજમાન કરી, થાળ ધરાવ્યો હતો તથા આરતી ઉતારી હતી ને ઓચ્છવ પણ કર્યો હતો. અનેક હરીભક્તો તથા ભાવિકો દર્શનાર્થે ઉમટ્યા હતા. શ્રી ઠાકોરજીના દર્શન તથા પારણીયે શ્રી હરિને ઝુલાવવાનો અનેરો લ્હાવો પણ માણ્યો હતો.

રમણીય અયોધ્યામાં અજય નામના એક પવિત્ર વિપ્ર હતા. તેમનું કાશ્યપ નામે ગોત્ર હતું. આસ્વલાયન સાખના તે ઋગ્વેદી બ્રાહ્મણ હતા. કાશ્યપ,આવત્સર અને નેધ્રૂવ ત્રણ તેમના પ્રવર હતા. પુણ્યકર્મો કરવામાં નિષ્ઠાવાન હતા. તેમને પૂર્વજન્મે પરમાત્મા  શ્રી કૃષ્ણની આરાધના કરી હતી તેમજ વિદ્યા અને વિનયથી સંપન્ન સત્યવાદી એવા તે વિપ્રે ઇન્દ્રિયોને જીતી પોતાને વશ કરી હતી

આવા મહાન અજય વિપ્ર અને સુમતિ નામે તેમના પવિત્ર પત્ની થકી દુર્વાસા મુનિના શ્રાપને કારણે ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિરૂપી કુમુદવનને પ્રફુલ્લિત કરવામાં ચંદ્રમા સમાન સાક્ષાત ઉદ્ધવજી પ્રગટ થયા હતા. વિક્રમ સંવત ૧૭૯૫ ના શ્રાવણ વદી અષ્ટમીને શુભ દિવસે પ્રભાત સમયે  પ્રાગટ્ય થયું.

*શ્રી સ્વામિનારાયણ મંદિર, વડોદરામાં જન્માષ્ટમી અવસસરે રામાનંદ સ્વામીની 280મી  પ્રાગટ્ય જયંતી તથા ચાતુર્માસ કથાની પૂર્ણાહુતિ*....

(11:34 am IST)