Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્‍ચે અરવલ્લી જિલ્લામાં આજે સવારથી વરસાદનું આગમનઃ ૬થી ૮ દરમિયાન ભિલોડા તાલુકામાં બે ઇંચ જેટલો વરસાદ વરસી ગયો

 

અમદાવાદઃ હવામાન વિભાગે ગુજરાતમાં ફરી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સોમવારથી રાજ્યમાં ત્રણ દિવસ અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ઉત્તર, દક્ષિણ, મધ્ય અને પૂર્વ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આગાહી પહેલાં રવિવારે ગુજરાતના અમુક ભાગોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે જણાવ્યું છે કે, 26 અને 27મીએ વરસાદનું જોર વધારે રહેશે. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે અરવલ્લી જિલ્લામાં આજે વહેલી સવારથી વરસાદનું આગમન થયું છે. સવારે વાગ્યાથી આઠ વાગ્યા દરમિયાન જિલ્લાના ભિલોડા તાલુકામાં બે ઇંચ વરસાદ પડ્યો હતો.

ખેડબ્રહ્મામાં આજે દિવસભર ઉકળાટ બાદ ફરી મેઘરાજા ની આગમન થયું હતું. ખેડબ્રહ્મામાં આજુબાજુના તમામ ગામડાંઓમાં ધોધમાર વરસાદ થયો હતો. ત્યાં અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં આજે સવારે ધોધમાર વરસાદ પડ્યો હતો, જેમાં ઉભરાણ પંથકમાં અડધા કલાકમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. શામળાજી અને ભિલોડામાં વહેલી સવારે વાગ્યાથી વરસાદ શરૂ થયો હતો. વરસાદને કારણે શામળાજી દર્શન માટે આવતા લોકોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ પડી જતાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ હતી.

જુલાઇ અને ઓગસ્ટમાં સારા વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લાના અનેક તળાવો હજુ સુધી પણ ખાલીખમ છે ત્યારે સારા વરસાદને કારણે તળાવોમાં પાણી ભરાશે તેવી આશા ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.

(10:51 am IST)
  • ભારતીય સ્ટાર શટલર પીવી સિંધુને બીડબલ્યુએફ વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપ જીતવા બદલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યા access_time 11:03 pm IST

  • જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે રાહુલ ગાંધીને આપ્યો સણસણતો જવાબ - કહ્યું કે, "રાહુલ ગાંધી મારા નિમંત્રણને એક રાજકીય વ્યાપાર સમજી બેઠા છે. મે કહ્યું હતું કે, જો તમને અમારા પર વિશ્વાસ ન હોય તો આવો ખીણની મુલાકાત લો. તેનાં જવાબમાં તેમણે કહ્યું કે, નજરકેદ લોકો, નેતાઓ અને સેનાને મળીશ. આ અંગે મે કહ્યું કે, આનો સ્વિકાર અમે કરી શકીએ નહી અને તેનો નિર્ણય તંત્ર પર જ છોડી દઇશ." access_time 12:13 am IST

  • પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘની સુરક્ષામાંથી એસપીજી હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય પર વાંધો ઉઠાવતા કોંગ્રેસે સોમવારે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે યાદ રાખવું જોઇએ કે તેઓ પણ એક દિવસ ‘પૂર્વ’ બનશે. પાર્ટી પ્રવક્તા અભિષેત મનુ સિંઘવીએ ટ્વિટ કરી હતી કે પૂર્વ વડાપ્રધાનનું સુરક્ષા કવર હટાવવાના આદેશ આપનાર વર્તમાન વડાપ્રધાન અને ગૃહમંત્રીએ યાદ રાખવું જોઇએ કે તેઓ પણ એક દિવસે પૂર્વ બનશે, કર્મ તમને જોઇ રહ્યો છે. access_time 11:40 pm IST