Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

અમદાવાદ ખાતે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232 બી -1 નો એવોર્ડ સમારોહ યોજાયો

લાયન્સ ક્લબ ઓફ વિરમગામને વર્ષ દરમિયાન કરવામાં આવેલ વિવિધ સેવાઓના પ્રોજેકટ બદલ વિવિધ કેટેગરીમાં 7 એવોર્ડ એનાયત કરવામાં આવ્યા

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232 બી -1 વર્ષ 2020-21 ના અમદાવાદની ધી ગ્રાન્ડ ભગવતી હોટલ ખાતે "એવોર્ડ સમારોહ" નું આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં લાયન્સ ક્લબ ઓફ વિરમગામને સમગ્ર વર્ષ દરમિયાન કરવામાં આવેલ વિવિધ સેવાઓના પ્રોજેકટ બદલ વિવિધ કેટેગરીમાં 7 એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ સમારોહમાં વિરમગામથી તત્કાલીન પ્રમુખ લાયન મુર્તુઝા પટેલ, સેક્રેટરી લાયન પરેશ દેસાઈ અને લાયન જયપ્રકાશ મચ્છર ઉપસ્થિત રહ્યા હતા
 

(7:14 pm IST)