Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

વડોદરા નજીક બિલ ચાપડ ગામે શેરબજારમાં પૈસા વધારી આપવાની લાલચ આપી 208 કરોડની છેતરપિંડી આચરવામાં આવતા ઠગ ટોળકી વિરુદ્ધ સાયબર સેલમાં ગુનો દાખલ

વડોદરા: શહેર નજીકના બીલ ચાપડ  ગામે વુડ સ્કેપ વિલામાં રહેતા અને મૂળ અમદાવાદ જિલ્લાના ધંધુકાના વતની   ધુ્રવ વિપુલભાઇ શાહે પોલીસને જણાવ્યું છે કે,હું સ્ટોક માર્કેટનો ધંધો કરૃ છું.

અગાઉ ઓક્ટોબર - ૨૦૨૦ માં ઇન્સ્ટાગ્રામ પર એક જાહેરાત જોઇ હતી.જેમાં શેર માર્કેટ,ફોરેક્સ,અને બીટકોઇનનો પોતાનો ધંધો શરૃ કરવો  હોય તો અમારો સંપર્ક કરવો તેમ જણાવીને ટેલિગ્રામ અને વોટ્સએપ લિંક આપી હતી.

તેમાં ક્લિક કરતા એક મોબાઇલ નંબર પર મેસેજ ગયો હતો.જેમાં મેં ધંધા બાબતે ઇન્કવાયરી કરી હતી.તેઓએ મને વોટ્સએપ મેસેજ કરી જણાવ્યું હતું કે,શેર માર્કેટમાં ૧૦ લાખનું રોકાણ કરશો તો દરમહિને ૨૫ ટકા વળતર મળશે.અને અઢી લાખથી ઉપરનું રોકાણ કરશો તો ૧૫ ટકા વળતર મળશે.અને અઢી લાખ સુધી રોકાણ કરશો તો પાંચ ટકા વળતર મળશે.મેં અઢી લાખ વાળા પ્લાનમાં રોકાણ કરવાનુ ંકહ્યું હતું.મારી સાથે વોટ્સએપ કોલથી  આ નંબરથી અભિષેક મિત્તલ અને વિક્રમસીંગ વાત કરતા હતા. મેં કુલ ૯ એકાઉન્ટમાં ૪.૦૮ કરોડ રૃપિયા શેરબજાર, ફિક્સ રિટર્ન,અને આઇ.પી.ઓ.ના ગ્રે માર્કેટના રોકાણ માટે ઓક્ટોબર -૨૦૨૦ થી મે-૨૦૨૧ દરમિયાન મારા સગા સંબંધીઓ પાસેથી લઇને ઓનલાઇન  ટ્રાન્સફર કરાવ્યા હતા.તેમાંથી મને ૧.૯૬ કરોડ  રિટર્ન આપ્યા હતા.જ્યારે ૨.૧૨ કરોડ પરત આપ્યા નહતા.આરોપીઓએ મારો ફોન રિસિવ કરવાનું બંધ કરી દીધુ હતું.અને મારો નંબર બ્લેક લિસ્ટમાં નાંખી દીધો હતો.

(5:51 pm IST)