Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

હિંમતનગર તાલુકાના બેરણા ગામે ગુનાહિત કાવતરું રચી મહિલાને ઉંચા ભાવે મકાનનું વેચાણ કરી આપવાની લાલચ આપી 43 લાખની ઠગાઈ આચરતા ગુનો દાખલ

હિંમતનગર:તાલુકાના બેરણા ગામના શખ્સ સહિત બે શખ્સોએ ગુનાહિત કાવતરૂ રચી પ્રાંતિજ તાલુકાના નનાનપુર ગામની મહિલા સાથે ઉંચા ભાવે મકાનનું વેચાણ કરી આપવાની વાત કરી મકાન પેટે લેવાના નિકળતા બાકીના રૂપિયા બાબતે ખોટો ચેક આપી તેમજ દસ્તાવેજમાં અન્ય મહિલાની ખોટી સહીઓ સાથે દસ્તાવેજ કરાવડાવી રૂ. ૪૩ લાખની ઠગાઈનો મામલો બહાર આવ્યો છે.

તાલુકાના બેરણા ગામે રહેતા અલ્પેશ ઉર્ફે અપુર્વ દેવાભાઈ પટેલે પ્રાંતિજ તાલુકાના નનાનપુર ગામે રહેતા દક્ષાબેન પટેલને નવેમ્બર ૨૦૨૦માં તેમનુ મકાન ઉંચા ભાવે વેચાણ કરી આપવાની વાતચીત કરી હતી અને જયેશભાઈ પંચાલ નામના એક શખ્સ સાથે પરિચય કરાવી જયેશભાઈના સાસુને મકાન ખરીદવાનુ જણાવી રૂ. ૫૮.૫૧ લાખ મકાનની કિંમત નક્કી કરી હતી. ત્યારબાદ અલ્પેશ અને જયેશ પંચાલે દક્ષાબેનને બાના પેટે રૂ. ૧.૫૦ લાખ તેમજ મકાનની લોન ભરવા માટે રૂ. ૫ લાખ આપ્યા હતા સાથે સાથે અલ્પેશ ઉર્ફે અપુર્વ પટેલ અને જયેશ પંચાલે દક્ષાબેનના પતિ દિપકભાઈને વિશ્વાસમાં લઈ મકાન પેટે લેવાના બાકી નીકળતા રૂપિયા પૈકી રૂ.૪૩ લાખનો દેના બંેક બામણા શાખાનો જુજારસિંહ ડાયુસિંહ મકવાણા (રહે. મેડીટીંબાતા.હિંમતનગર) ના એકાઉન્ટનો ખોટો ચેક આપ્યો હતો.

(5:30 pm IST)