Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

શાબાસ : વાપી તાલુકામાં કોચરવામાં ૧૦૦ ટકા વેકસીનેશન : જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ

કેમ્પમાં ૧૦૦૬ સાથે કુલ ર૩પ૧ લોકોએ વેકસીન લીધી

વલસાડ, તા. ર૬ : વલસાડ જિલ્લામાં ૧૦ ગામોમાં ૧૦૦ ટકા વેકિસનેશનની કવાયત ચાલી રહી છે. ત્યારે વાપી તાલુકાના કોચરવા ગામમાં આરોગ્ય વિભાગે કેમ્પ રાખી ૧૦૦૬ લોકોને વેકિસન અપાઇ હતી. આ સાથે ગામના ૨૩૫૧ તમામ લોકોને વેકિસન મુકવામાં આવતાં ૧૦૦ ટકા વેકિસનેશન થયુ છે.

વાપી તાલુકાનું પ્રથમ ગામ કોચરવા ૧૦૦ ટકા વેકિસનેશનમાં પ્રથમ રહ્યું છે.જો કે અન્ય ગામોમાં પણ ૧૦૦ વેકિસનેશનની તૈયારી ચાલી રહી છે. વાપી તાલુકાના કોચરના ગામ ગામે મારૂ ગામ કોરોના મુકત ગામ અભિયાન અંતગર્ત કોવિડ ૧૯ મેગા વેકિસનેશન કેમ્પનું આયોજન કરી પાત્રતા ધરાવતાં તમામ વ્યકિતઓને રસીકરણની કામગીરી હાથ ધરાઇ હતી.

કોચરવા ગામની મુલાકાત લઇ ગામના સરપંચ, પંચાયતના સભ્યો,કોપરલી પીએચસીના મેડિકલ ઓફિસર ડો.પાયલ, તેમજ આયુષ મેડિકલ ડો.તુષાનીની આરોગ્ય ટીમ દ્વારા પ્રશંસનીય કામગીરી કરી હતી. ગામને કોરોના મુકત બનાવાના અભિયામાં સહયોગ આપ્યો હતો. આ પ્રસંગે ટીડીઓ તેમજ તાલુકા આરોગ્ય અધિકારી મૌનિક પટેલ દ્વારા કોચરવા ગામને ૧૦૦ ટકા રસીકરણ કામગીરી માટે પ્રોત્સાહન પુરૂ પાડયુ હતું. કોચરવાના ૨૩૫૧ લોકોને વેકિસન મુકાતાં ૧૦૦ ટકા રસીકરણની કામગીરીને પારડી ધારાસભ્ય અને જિ.ભાજપ પ્રમુખ કનુભાઇ દેસાઇએ પણ બિરદાવી આરોગ્ય કર્મચારીઓ અને પંચાયતના હોદેદારોને અભિનંદન પાઠવ્યા હતાં.(કાર્તિક બાવીશી) 

(3:11 pm IST)