Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

ગુજરાતમાં ૩૫ ટકા રસીકરણ પૂર્ણઃ ૭૪.૩૩ લાખ લોકોને ડબલ ડોઝ

ગઇ કાલ સુધીમાં ૩,૧૬,૩૦,૨૯૧ ડોઝ અપાયા : રોજ સરેરાશ ૩ લાખથી વધુ લોકોનું રસીકરણ

રાજકોટ,તા. ૨૬ : ગુજરાતમાં કોરોના વિરોધી રસીકરણ આગળ વધી રહ્યું છે. રોજના સરેરાશ ૩ લાખથી વધુ લોકોને રસી મુકવામાં આવી રહી છે. ૬ાા કરોડની વસ્તીમાં ૧૮ વર્ષ સુધીના ૨ કરોડ લોકો સિવાઇના ૪ાા કરોડ લોકોને હાલ રસી આપવા માત્ર છે. બે ડોઝ મળીને ૯ કરોડ જેટલા ડોઝ આપવાના થાય જેમાંથી ગઇ કાલે સાંજ સુધીમાં ૩,૧૬,૩૦,૨૯૧ ડોઝ અપાઇ ગયા છે. તે ટકાવારીની દ્રષ્ટિએ ૩૫ ટકાથી વધુ ગણાય તેમ સરકારી સુત્રોનું કહેવું છે.

ગઇ કાલે એક જ દિવસમાં ૩,૨૨,૬૬૪ લોકોને રસી અપાયેલ. અત્યાર સુધીમાં જુદી-જુદી શ્રેણીના કુલ ૭૪,૩૩,૬૩૨ લોકોને રસીના બન્ને ડોઝ અપાય ગયા છે. કોરોના યોધ્ધા અને આરોગ્ય કાર્યકરોએ ડબલ ડોઝ લીધાના આંકડા ૧૪,૪૫,૨૩૮ નો છે. ૩,૭૦,૯૬૦ યુવાનોઅ. રસીના બન્ને ડોઝ લઇ લીધા છે.

 ૪૫ વર્ષથી ઉપરના ૫૬૧૩૪૩૪ લોકોએ કોરોનાની રસીના બન્ને ડોઝ લઇ લીધા છે. ૧૬ જાન્યુઆરી ૨૦૨૧થી તબક્કાવાર રસીકરણ કાર્યક્રમ શરૂ થયો હતો. રસીનો વધુ જથ્થો ઉપલબ્ધ કરાવીને ડીસેમ્બર ૨૦૨૧ સુધીમાં સરકાર તમામ લોકોને બન્ને ડોઝ આપી દેવાના પ્રયત્નમાં છે. (૨૨.૧૯)

રસીકરણનું આકડાકીય ચિત્ર

ક્રમ  કેટેગરી                             કુલ

૧    હેલ્થ કેર વર્કર અને ફન્ટલાઇન વર્કર પ્રથમ ડોઝ    ૧૯૬૬૧૩૩

૨    હેલ્થ કેર વર્કર અને ફન્ટલાઇન વર્કર બીજો ડોઝ     ૧૪૪૫૨૩૮

૩    ૪૫ વર્ષથી વધુ ઉંમરના પ્રથમ ડોઝ       ૧૧૯૦૪૭૪૬

૪    ૪૫ વર્ષથી વધુ ઉંમરના બીજો ડોઝ        ૫૬૧૩૪૩૪

૫    ૧૮-૪૫ વર્ષ સુધીના પ્રથમ ડોઝ  ૧૦૩૨૯૭૭૦

૬    ૧૮-૪૫ વર્ષ સુધીના બીજો ડોઝ   ૩૭૦૯૬૦

      કુલ                                ૩,૧૬,૩૦,૨૮૧

(11:59 am IST)