Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

શાબાસ:વાપી તાલુકામાં કોચરવામાં 100% વેક્સિનેશન જાગ્રુતિનું ઉતમ ઉદાહરણ

કેમ્પમાં 1006 સાથે કુલ 2351 લોકોએ વેક્સિન લીધી:કોચરવા ગામની મુલાકાત લઇ ગામના સરપંચ ,પંચાયતના સભ્યો,કોપરલી પીએચસીના મેડિકલ ઓફિસર ડો.પાયલ, તેમજ આયુષ મેડિકલ ડો.તુષાનીની આરોગ્ય ટીમ દ્વારા પ્રશંસનીય કામગીરી કરી

(કાર્તિક બાવીશી દ્વારા) વલસાડ જિલ્લામાં 10 ગામોમાં 100 ટકા વેક્સિનેશનની કવાયત ચાલી રહી છે. ત્યારે વાપી તાલુકાના કોચરવા ગામમાં આરોગ્ય વિભાગે કેમ્પ રાખી 1006 લોકોને વેક્સિન અપાઇ હતી. આ સાથે ગામના 2351 તમામ લોકોને વેક્સિન મુકવામાં આવતાં 100 ટકા વેક્સિનેશન થયુ છે. વાપી તાલુકાનું પ્રથમ ગામ કોચરવા 100 ટકા વેક્સિનેશનમાં પ્રથમ રહ્યું છે.જો કે અન્ય ગામોમાં પણ 100 વેક્સિનેશનની તૈયારી ચાલી રહી છે
 . વાપી તાલુકાના કોચરના ગામ ગામે મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાન અંતગર્ત કોવિડ 19 મેગા વેક્સિનેશન કેમ્પનું આયોજન કરી પાત્રતા ધરાવતાં તમામ વ્યકિતઓને રસીકરણની કામગીરી હાથ ધરાઇ હતી. કોચરવા ગામની મુલાકાત લઇ ગામના સરપંચ ,પંચાયતના સભ્યો,કોપરલી પીએચસીના મેડિકલ ઓફિસર ડો.પાયલ, તેમજ આયુષ મેડિકલ ડો.તુષાનીની આરોગ્ય ટીમ દ્વારા પ્રશંસનીય કામગીરી કરી હતી.
ગામને કોરોના મુક્ત બનાવાના અભિયામાં સહયોગ આપ્યો હતો. આ પ્રસંગે ટીડીઓ તેમજ તાલુકા આરોગ્ય અધિકારી મૌનિક પટેલ દ્વારા કોચરવા ગામને 100 ટકા રસીકરણ કામગીરી માટે પ્રોત્સાહન પુરૂ પાડયુ હતું. કોચરવાના 2351 લોકોને વેક્સિન મુકાતાં 100 ટકા રસીકરણની કામગીરીને પારડી ધારાસભ્ય અને જિ.ભાજપ પ્રમુખ કનુભાઇ દેસાઇએ પણ બિરદાવી આરોગ્ય કર્મચારીઓ અને પંચાયતના હોદેદારોને અભિનંદન પાઠવ્યા હતાં

(11:36 am IST)