Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

રાજપીપળા ખાતે અખિલ હિન્દ મહિલા પરિષદ દ્વારા ગૌરીવ્રત નિમિત્તે 225 બાલિકાઓને ગિફ્ટ,નાસ્તાનું વિતરણ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગૌરીવ્રત નિમિત્ત રાજપીપળા શ્રીનાથી મંદિરના સત્સંગ હોલ ખાતે અખિલ હિન્દ મહિલા પરિષદ દ્વારા બાલિકાઓને ગિફ્ટ અને વેફર નું વિતરણ કરવામાં આવ્યું હતું .આમ તો દર વર્ષે જમણવાર રાખવામાં આવતો હોય છે પરંતુ હાલ કોરોના કાળના કારણે બાલિકાઓને ભોજન ને બદલે ભેટ અને વેફરનું વિતરણ કરાયું હતું જેમાં વોર્ડ.નં. ૪ ભાજપના મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું તથા ભારતીય જનતા પાર્ટીના પ્રભારી અને મહીલા મોરચાના હોદેદારો એ હાજરી આપી હતી.આમ કોરોના કાળ દરમિયાન પણ અખિલ હિન્દ મહિલા પરિષદ દ્વારા દર વર્ષના ગૌરીવ્રત મુજબની પરંપરા ચાલુ રાખવામાં આવી હતી

(10:48 pm IST)