Gujarati News

Gujarati News

News of Sunday, 26th July 2020

રાજ્યના ૧૬૨ તાલુકાઓમાં ઝરમરથી લઇ ૯ ઇંચ સુધીનો ભારે વરસાદ :સુરત જીલ્લાના ઉમરપાડા માં અનરાધાર ૯ ઇંચ વરસાદ:

વઘઈ, મહુધા અને નેત્રંગ માં ૪- ૪ ઇંચ સૌરાષ્ટ્ર માં ઝરમર થી ૩.૫ ઇંચ સુધીનો વરસાદ:મહરાષ્ટના હથનુર ડેમમાંથી પાણી છોડાતા ઉકાઈ ડેમની સપાટીમાં સતત વધારો

વાપી:  ચોમાસાની આ સીઝનમાં મેઘરાજા છેલ્લા ત્રણેક  દિવસથી નરમ પડ્યા બાદ ફરી મહેરબાન બન્યા નુ જણાય રહ્યું છે છેલ્લા ૨૪ કલાક માં રાજ્યના ૩૩ જીલ્લાના ૧૬૨ તાલુકાઓમાં ૧ મીમી થી ૨૧૫ મીમી સુધીનો ભારે વરસાદ નોંધાયો છે 

    જ્યારે જળાશયોની જળસપાટીમાં પણ ઉપરવાસના પાણી ની આવક તેમજ પડોસી રાજ્યોના ડેમોમાંથી છોડાતા પાણીને પગલે આપણા  ડેમો ની જળસપાટી માં સતત વધારો નોંધાઈ રહ્યો છે.

  ફલડ કંટ્રોલ પાસે થી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાક માં રાજ્ય ના વિવિધ વિસ્તારો માં નોંધાયેલ વરસાદ ના  મુખ્યત્વે આંકડા ને જોઈએ તો...

       સૌ પ્રથમ સૌરાષ્ટ્ર પંથક માં સુરેન્દ્રનગર  જીલ્લા ના થનગઢ માં  ૧૭ મીમી, રાજકોટ જીલ્લા ના તાલુકાઓ માં ગોંડલ ૨૯ મીમી,જામકંડોરણા ૩૭ મીમી,ઉપલેટા ૩૯ મીમી વરસાદ નોંધાયો છે તો મોરબી જીલ્લા ના તાલુકાઓ માં ટંકારા ૧૩ મીમી,વાંકાનેર ૧૨ મીમી વરસાદ નોંધાયો છે. 

    આ ઉપરાંત જામનગર જીલ્લા ના તાલુકાઓ માં જામજોધપુર ૫૧ મીમી,જામનગર ૧૭ મીમી,કાલાવડ ૨૯ મીમી અને લાલપુર ૧૮ મીમી વરસાદ નોંધાયો છે ત્યારે દેવુભુમી-દ્વારકા જીલ્લા ના તાલુકાઓ માં ભાણવડ ૬૫ મીમી,દ્વારકા ૪૮ મીમી અને ખંભાલીયા ૬૭ મીમી વરસાદ નોંધાયો છે.

      પોરબંદર જીલ્લા ના તાલુકાઓ માં પોરબંદર ૧૯ મીમી,રાણાવાવ ૮૩ મીમી વરસાદ નોંધાયો છે તો જુનાગઢ ના વંથલી માં ૧૩ મીમી વરસાદ નોંધાયો છે જયારે ગીર સોમનાથ જીલ્લા ના તાલુકાઓ માં કોડીનાર ૨૩ મીમી અને ઉના ૧૨ મીમી વરસાદ નોંધાયો છે 

       અમરેલી જીલ્લા ના જાફરાબાદ માં ૨૫ મીમી વરસાદ નોંધાયો છે તો ભાવનગર ના મહુવા માં ૨૮ મીમી અને બોટાદ જીલ્લા ના રાણપુર માં ૧૬ મીમી વરસાદ નોંધાયો છે

      કચ્છ પંથક ના તાલુકાઓ માં અબડાસા ૩૫ મીમી,ભચાઉ ૧૪ મીમી,લખપત ૨૫ મીમી,માંડવી ૧૦ મીમી અને નખત્રાના ૩૩ મીમી વરસાદ નોંધાયો છે.

      ઉત્તર ગુજરાત પંથક માં પાટણ જીલ્લા ના સમી ૧૧ મીમી વરસાદ નોંધાયેલો છે,બનાસકાંઠા જીલ્લા ના તાલુકાઓ માં દાંતીવાડા ૧૩ મીમી,ડીસા ૧૧ મીમી અને મેહસાણા જીલ્લા ના તાલુકાઓ માં કડી ૧૭ મીમી,વિસનગર ૨૧ મીમી વરસાદ નોંધાયેલ છે

          આ ઉપરાંત સાબરકાંઠા જીલ્લા ના તાલુકાઓ માં ખેડબ્રહ્મા ૫૪ મીમી,પોસીના ૨૮ મીમી,પ્રાંતિજ ૧૫ મીમી,તલોદ ૭૬ મીમી,વડાલી ૧૨ મીમી,વિજયનગર ૨૫ મીમી વરસાદ નોંધાયેલ છે. તો અરવલ્લી જીલ્લા ના તાલુકાઓ માં ધનસુરા ૪૧ મીમી,મેઘરજ ૨૮ મીમી વરસાદ નોંધાયેલ છે

        ગાંધીધામ જીલ્લા ના તાલુકાઓ માં દેહગામ ૧૬ મીમી,ગાંધીનગર ૧૫ મીમી,કલોલ ૨૬ મીમી,માણસા ૧૮ મીમી વરસાદ નોંધાયો છે.

          આ ઉપરાંત ઉત્તર-પૂર્વ ગુજરાત પંથક તરફ નજર નાખીએ તો અમદાવાદ જીલ્લા ના તાલુકાઓ માં અમદાવાદ સીટી ૩૦ મીમી,દશકોઈ ૧૫ મીમી,દેત્રોજ ૨૯ મીમી,મંડલ ૩૬ મીમી,સાણંદ ૨૧ મીમી,વિરમગામ ૨૫ મીમી વરસાદ નોંધાયો છે

             તો ખેડા જીલ્લા ના તાલુકાઓ માં કઠલાલ ૩૫ મીમી,ખેડા ૧૫ મીમી,મહેમદાવાદ ૨૫ મીમી,મહુધા ૧૦૧ મીમી,માતર ૨૩ મીમી,નડિયાદ ૨૬ મીમી વરસાદ નોંધાયો છે જ્યારે આણંદ ના ઉમરેઠ માં ૨૩ મીમી વરસાદ નોંધાયો છે 

        વડોદરા જીલ્લા ના તાલુકાઓ માં સાવલી ૧૩ મીમી,સિનોર ૨૨ મીમી વરસાદ નોંધાયો છે અને દાહોદ જીલ્લા ના તાલુકાઓ માં દેવગઢ બારિયા ૧૫ મીમી,ધાનપુર ૪૨ મીમી અને સંજેલી ૨૧ મીમી વરસાદ નોંધાયો છે

            દક્ષીણ ગુજરાત પંથક ના ભરૂચ જીલ્લા ના તાલુકાઓ માં આમોદ ૧૫ મીમી,અંકલેશ્વર ૧૯ મીમી,ભરૂચ ૧૮ મીમી,જામ્બુસર ૭૨ મીમી,નેત્રંગ ૧૦૮ મીમી વરસાદ નોંધાયો છે  તો નર્મદા ના ડેડીયાપાડા માં ૩૦ મીમી વરસાદ નોંધાયો છે

      આ ઉપરાંત તાપી જીલ્લા ના તાલુકાઓ માં ઉચ્ચલ ૨૧ મીમી,વાલોડ ૧૦ મીમી,વ્યારા ૨૮ મીમી,ડોલવણ ૨૬ મીમી વરસાદ નોંધાયો છે તો સુરત જીલ્લા ના તાલુકાઓ માં બારડોલી ૧૧ મીમી,માંગરોળ ૨૬ મીમી અને ઉમરપાડા ૨૧૫ મીમી વરસાદ નોંધાયેલ છે

        નવસારી જીલ્લા ના વાંસદા માં ૧૨ મીમી અને વલસાડ જીલ્લા ના કપરાડા માં ૨૦ મીમી વરસાદ નોંધાયો છે તો ડાંગ જીલ્લા ના તાલુકાઓ માં આહવા ૩૨ મીમી,સુબીર ૩૦ મીમી અને વઘઈ ૧૦૫ મીમી વરસાદ નોંધાયો છે 

 આજે સવારે ૧૦ કલાકે ઉકાઈ ડેમ ની જળ સપાટી સત્તત વધી ને ૩૨૪.૩ ફૂટે પોહોચી છે ડેમ માં ૬૦,૫૯૫  કયુસેક પાણી ના ઇન્ફ્લો સામે ૧,૦૫૦ કયુસેક પાણી છોડાય રહ્યું છે તેમજ  કોઝવે ની જળસપાટી સવારે ૧૦ કલાકે ૫.૫૬ મીટરે  પોહોંચી છે

(11:42 am IST)