Gujarati News

Gujarati News

News of Sunday, 26th June 2022

વાગેથા ગામે નજીવી બાબતે મહિલાને લાકડું, લાત મારી ધમકી આપનાર 2 સામે ફરિયાદ નોંધાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વાગેથા ગામમાં નજીવી બાબતે મહિલાને માર મારી ધમકી આપનાર બે શખ્સો સામે આમલેથા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે
પ્રાપ્ત માહિતી મુજબ કૈલાશબેન અભેશિંગભાઈ વસાવાએ આપેલી ફરિયાદ અનુસાર તેઓ નાવણીયામાં કપડા ધોતા હોય ત્યાં મહેશ નાનજીભાઈ વસાવા એ આવી કહ્યું કે નાવણીયુ અહીંયા કેમ બનાવેલ ત્યારે કૈલાશબેને જણાવ્યું કે અમારે નહાવા માટે બનાવેલ છે.અમે ક્યાં નાહઇએ તેમ કહેતા મહેશ ગમેતેવી ગાળો આપી તેના ઘરેથી લાકડુ લઇ આવી કૈલાશબેન ને લાકડાના બે સપાટા ડાબા પગની જાંઘના ભાગે તેમજ બે સપાટા કમરમાં ડાબી બાજુ મારી દીધેલ અને પેટના ભાગે લાત મારી ગેબી ઇજા કરી તેમજ કૈલાશબેનનો દિકરો ધર્મેશભાઇ કહેવ જતા રૂપેશ નાનજી વસાવાએ તેને ગાળો આપી હવે તારો વારો છે .તું અહીંથી જતો રે નહીંતો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ગુનો કરતા પોલીસે બંને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી છે.

(10:54 pm IST)