Gujarati News

Gujarati News

News of Sunday, 26th June 2022

પ્રેમ સ્વરૃપ સ્વામીની પ્રમુખ પદની વરણી ગેરકાયદેસર હોવાનો મુદ્દો ગાજ્યો

હરિધામ સોખડા મંદિર વિવાદ મામલોઃભક્તોએ રજૂઆત સાથે કોર્ટમાં કેસ ચાલતો હોવાથી પ્રેમ સ્વરૃપ સ્વીમીની ચાદરવિધિ ન થઇ શકે હોવાનું જણાવ્યું હતું

વડોદરા, તા.૨૬ :વડોદરા હરિધામ સોખડા મંદિરનો વિવાદ બંધ થવાનું નામ જ લેતો નથી. હવે પ્રેમ સ્વરૃપ સ્વામીની પ્રમુખ પદની વરણી ગેરકાયદેસર હોવાનો મુદ્દો ગાજ્યો છે. આ મામલે અરજી પણ કરવામાં આવી છે. ગેરકાયદે વરણીને લઈને પ્રબોધ સ્વામી જૂથે ચેરિટી કમિશનરમાં કરી અરજી કરતાં નવી ચર્ચા જાગી છે. હાઈકોર્ટ બાદ હવે મામલો ચેરિટી કમિશનર કચેરીએ પહોંચ્યો છે અને ગુરૃવારે ચેરિટી કમિશનર કચેરી ખાતે આ મામલે દલીલો કરવામાં આવશે.

આ આગઉ સોખડા હરિધામ મંદિરમાં હરીપ્રસાદ સ્વામીના ૮૮માં પ્રાગટ્ય દિવસની ઉજવણીને લઈ વિવાદ સર્જાયો હતો. ૧૧ મેના રોજ સોખડા હરિધામ મંદિર ખાતે પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રેમ સ્વરૃપ સ્વામિના દર્શન અને ચાદરવિધિનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં સામેલ થવા માટે યોગી ડીવાઈન સોસાયટીના લેટર હેડ પર લોકોને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. જેમાં ત્યાગવલ્લભ સ્વામીએ સહી કરતાં વિવાદ વકર્યો હતો. ત્યાગવલ્લભ સ્વામીની સહી થતાં પ્રબોધ સ્વામી જૂથના ભક્તો જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવા પહોંચ્યા હતા. ભક્તોએ રજૂઆત સાથે કોર્ટમાં કેસ ચાલતો હોવાથી પ્રેમ સ્વરૃપ સ્વીમીની ચાદરવિધિ ન થઇ શકે હોવાનું જણાવ્યું હતું અને આમંત્રણમાં ત્યાગવલ્લભ સ્વામીની સહી કેમ તેવો પણ સવાલ ઉઠાવ્યો હતો.

(9:40 pm IST)