Gujarati News

Gujarati News

News of Sunday, 26th June 2022

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે : SOU(સ્ટેસ્યુ ઓફ યુનિટી)ખાતે ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે જંગલ સફારીની સફર માણી

ગૃહમંત્રી અમિત શાહે પ્રોટોકોલ તોડી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને જંગલ સફારીની મુલાકાત સામાન્ય મુલાકાતીની જેમ જ પરિવાર સાથે માણી હતી

ભરૂચ : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે આજે SOU(સ્ટેસ્યુ ઓફ યુનિટી)ખાતે ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે જંગલ સફારીની સફર માણી હતી. તેમની પત્ની તેમજ પૌત્ર પણ સાથે રહ્યા હતા. કેવડિયા SOU ઉપર સામાન્ય હાઈ પ્રોફાઇલ VVIPની મુલાકાત હોય ત્યારે સામાન્ય પ્રવાસીઓ માટે તેટલો સમય મુલાકાત બંધ કરવામાં આવે છે. જોકે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રોટોકોલ તોડી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને જંગલ સફારીની મુલાકાત સામાન્ય મુલાકાતીની જેમ જ પરિવાર સાથે માણી હતી. અમિત શાહ સાથે SOUનો પ્રવાસ કરતા જોઈ અન્ય પ્રવાસીઓ પણ ખુશખુશાલ થઈ ઉઠ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રીએ ‘કેમ છો ભાઈ, કાકા, દાદા કહી’ લોકોનું અભિવાદન કર્યું હતું.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે એકતા નગરની દ્વિ-દિવસીય મુલાકાત દરમિયાન સરદાર વલ્લભભાઇ પટેલ ઝૂલોજીકલ પાર્ક (જંગલ સફારી)ની પરિવાર સાથે મુલાકાત લીધી હતી. જંગલ સફારી પાર્કની મુલાકાત દરમિયાન અમિત શાહે પ્રોટોકોલ તોડીને પ્રવાસીઓ સાથે ભળી જઈ પ્રવાસીઓનું અભિવાદન ઝીલ્યું હતું. પ્રવાસીઓએ પણ ભારત માતાની જયના બુંદલનારાથી મંત્રીનું સ્વાગત કર્યું હતું.

અમિત શાહે તેમની SOU એકતા નગરની દ્વિ-દિવસીય મુલાકાતના પ્રથમ દિવસે તેમના પરિવારજનો સાથે સરદાર વલ્લભભાઇ પટેલ ઝૂલોજીકલ પાર્ક (જંગલ સફારી)ની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ગૃહમંત્રી અમિત શાહની સાથે જંગલ સફારીનાં નિયામક ડૉ. રામરતન નાલા સહિતના અધિકારીઓ જોડાયા હતા. 

 

(3:28 pm IST)