Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

વણઝર ગામમાં જુગાર રમતા 06 શખ્સોને રાજપીપળા પોલીસે રૂ.600 સાથે ઝડપી લીધા


(ભરત શાહ દ્વારા) રાજપીપળા :રાજપીપળા પોલીસે વણઝર ગામમાંથી છ જુગરીયાઓને જુગારના મુદામાલ સાથે પકડી કાયદેસર કાર્યવાહી કરી છે.
  પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળા પોલીસે બાતમીના આધારે તા.25 જૂનના સાંજે 6.30 વાગે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા વણઝર ગામમાં જુગારની રેડ કરતા ત્યાં મણીલાલ અમીલાલ વસાવાના રહેણાંક ઘરની પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં પૈસાથી પત્તા પાનાનો હાર જીતનો જુગાર રમતા અમરતભાઈ ચુનીલાલ વસાવા ( ૨ ) રસીકભાઈ કાલીદાસભાઈ વસાવા, ( 3 ) અજીતભાઈ મણીલાલ વસાવા( ૪ )ઉમંગભાઈ દિનેશ ભાઈ વસાવા( ૫ ) શૈલેન્દ્રભાઈ કેશુભાઈ વસાવા તથા ( ૬ ) મુકેશભાઈ હરીલાલ વસાવા (તમામ રહે - વણઝર ) અંગ ઝડતી કરતા તેમના પેંટના ખીસ્સામાંથી રૂ.350 તથા દાવ પરના રૂ .૨૪૦ મળી કુલ કિ.રૂ. 600 સાથે હારજીતનો જુગાર રમતા પોલીસ રેઈડ દરમ્યાન ઝડપી પાડી પોલીસે બંને વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(12:07 am IST)