Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

ડેડીયાપાડાના કુનબાર ગામમાં જંગલ જમીન બાબતે તોડફોડ કરી ૬૦ હજારનું નુકશાન,ટોળા સામે ફરીયાદ

વનકર્મીને મારમારી ઇકો ટુરિઝમ સાઈટને નુકશાન પહોચાડતા ચકચાર

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના કુનબાર ગામમાં જંગલની જમીન ખેડવા માટે પચીસથી ત્રીસ વ્યક્તિઓએ વનવિભાગના ઇકોટુરીઝમ સેન્ટર પર  હુમલો કરી તોડફોડ કરી,વનકર્મીને મારમાર્યાની ઘટના સામે આવતા પોલીસ ફરીયાદ થઈ છે.
 પ્રાપ્ત માહિતી મુજબ કુનબાર ગામમાં એક સ્થળએ ગામનાજ કેટલાક વ્યક્તિઓ ભેગા મળી જંગલ ની આરક્ષિત જમીન ખેડવા માટેની માંગણી કરવા માટેનું કાવતરું કરી મારક હથિયારો સાથે કુનબારમાં આવેલ વનવિભાગની નર્સરી અને ઇકો ટુરિઝમ કેન્દ્ર પર અમને જંગલની જમીન ખેડવા આપો તેવી માંગણી સાથે હુમલો કરી વૃક્ષો અને રોપા તોડી નાખી તોડફોડ કરી અંદાજે 60 હજારનું નુકશાન કરી વનકર્મી મગનભાઈ કેસુરભાઈ ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા વનકર્મી મગનભાઈએ અમરસીંગ નવભાઈ વસાવા, હરિસિંગ નવભાઈ વસાવા, જગદીશ જયંતિ વસાવા, સંજય સોમા વસાવા,પારસીંગ નાવિયા વસાવા ,ઘનશ્યામ વેસ્તા વસાવા,દિનેશ અમરસીંગ વસાવા,અર્જુન રમણ ભાઈ વસાવા, મંગુભાઇ બામણીયા વસાવા,ગણપત પારસીંગ વસાવા, વીરસીંગ નાવિયા વસાવા,રાજેન્દ્ર અમરસીંગ વસાવા. તથા બીજા પંદરેક માણસો મળી 25 થી 30 ના ટોળા વિરુદ્ધ  ફરિયાદ નોંધાવતા ડેડીયાપડા પોલીસે તપાસ હાથ ધરી છે.

(12:01 am IST)