Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

અમદાવાદમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવતીએ એક્સ બોયફ્રેન્ડની સગાઇ તોડવા મંગેતરના બીભત્સ ફોટા ફેક આઈડીમાં વાયરલ કર્યા

સગાઈ કરનાર મંગેતરની ઈન્સ્ટાગ્રામ પર્સનલ ચેટમાં સહમતી વગર પ્રવેશ કરી ન્યુડ ફોટા મોકલી તે સેવ કરીને ફેક આઈડી બનાવી

અમદાવાદ: શહેરમાં એક તરફા પ્રેમમાં પાગલ યુવતીએ તેના એક્સ બોયફ્રેન્ડ સાથે બદલો લેવા માટે એક્સ બોયફ્રેન્ડની મંગેતરના બિભત્સ ફોટો ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવી પ્રોફાઈલમાં મુકી વહેતા કર્યા હતા. જેની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. સાયબર ક્રાઈમ પોલીસે ટેકનીકલ એનાલીસીસ મેળવીને યુવતીને ઝડપી પાડી હતી.

થોડા દિવસ પહેલા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં એક યુવક અને તેની મંગેતરે ફરિયાદ નોંધાવી હતી કે, ઈન્સ્ટાગ્રામની એક આઈડી પરથી મંગેતરને ન્યુડ ફોટો અપલોડ કરી તે આઈડીથી રીકવેસ્ટ આવતી હતી. જેથી યુવક તેની મંગેતર સાથે સગાઈ તોડવા માટે કોઈ અજાણ્યા શખ્સે આ કાવતરુ કર્યું હોવાનું બહાર આવ્યું હતું. જે ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે ટેકનીકલ એનાલીસીસ કરી મોબાઈલ નંબર મેળવી લોકેશનના આધારે નરોડા ખાતે રહેતી મિતવા પટેલની ધરપકડ કરી હતી.

બાદમાં આરોપણની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, ફરિયાદ કરનાર મહિલાના મંગેતર સાથે યુવતીને પ્રેમ સંબંધ હતો. જે બાબતે બંન્નેના ઘરે ખબર પડતા સંબંધ તુટી ગયો હતો. બાદમાં બોયફ્રેન્ડે સગાઈ કરી લીધી હતી. જેથી આરોપણને મનમાં લાગી આવતા સગાઈ કરનાર મંગેતરની ઈન્સ્ટાગ્રામ પર્સનલ ચેટમાં સહમતી વગર પ્રવેશ કરી ન્યુડ ફોટા મોકલી તે સેવ કરીને ફેક આઈડી બનાવી હોવાની કબુલાત કરી હતી. આ અંગે સાયબર ક્રાઈમની ટીમે આરોપી યુવતીની વધુ પુછપરછ હાથધરી હતી.

(9:18 pm IST)