Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

અમદાવાદના ખાનપુર વિસ્તારમાં આઠ કિલોની ગાંઠ સાથે પીડાતા શ્વાનને જીવદયા પ્રેમીઓની ટીમે સારવાર માટે હોસ્પિટલમાં મોકલી માનવતા દાખવી

અમદાવાદ:આપણી આસપાસ અનેક જીવ-જંતુઓ,પશુ અને પક્ષીઓ વસવાટ કરતા હોય છે.પરંતુ ભાગ્યે જ તેમની પીડા કે દર્દનો અહેસાસ કરી શકતા હોઈએ છીએ.શહેરના ખાનપુર વિસ્તારમાં આઠ કીલોની ગાંઠ સાથે ફરતા શ્વાનની પીડાની જાણ થતા એનીમલ લાઈફ કેરને જાણ થતા તેને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો.

આ અંગે એનીમલ લાઈફ કેરના વિજય ડાભીની મળેલી પ્રતિક્રીયા મુજબ,મનુષ્યને સામાન્ય એવી ફોલ્લી થાય તો પણ દર્દ કે પીડાનો અહેસાસ ઝડપથી વ્યકત કરવામાં આવતો હોય છે.પરંતુ આપણા ઘરની બહાર ફરતા શ્વાન ભસતા હોય તો પણ તે શું કહેવા માંગે છે તે આપણે સમજી શકતા નથી.ખાનપુર વિસ્તારમાં ડાબા પગના ભાગે સાતથી આઠ કીલોની ગાંઠ સાથે રખડતા શ્વાન અંગે માહીતી મળતા જ અમે તે જયાં હતો ત્યાં પહોંચ્યા હતા.શ્વાનમાં આટલી મોટી ગાંઠ ખુબ ઓછા કીસ્સામાં જોવા મળતી હોય છે.અમે આ શ્વાનને જરુરી એવી પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યો છે.જયાં હાલ તેની સારવાર ચાલી રહી છે.

(5:07 pm IST)