Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

વડોદરાના દરજીપુર બ્રિજ નજીક અજાણ્યા વાહનની હડફેટે રસ્તો ઓળંગતા યુવાનનું મોત નિપજતા ચકચાર

વડોદરા:હાઇવે પર દરજીપુરા બ્રિજ  પાસે અજાણ્યા વાહનની અડફેટે રસ્તો ઓળંગતા યુવાનનું મોત થયુ હતું.તેના પરથી અનેક વાહનો પસાર થઇ જતા મૃતદેહ છુંદાઇ ગયો હતો.મૃતકની ઓળખ કરવા માટે પોલીસે આજુબાજુના  વિસ્તારના ગુમ થયેલા વ્યક્તિઓની તપાસ હાથ ધરી છે.

નેશનલ હાઇવે પર દરજીપુરા બ્રિજ ચડતા રોડ પર અકસ્માતમાં એક યુવાનનું મોત થયુ હતું.જે અંગે હરણી પોલીસને જાણ કરવામાં આવતા પી.એસ.આઇ.ડી.એસ.ગજેરા ઘટનાસ્થળે પહોંચ્યા  હતા.પરંતુ,ત્યાં સુધી સંખ્યાબંધ વાહનો લાશ પરથી પસાર થઇ જતા લાશ છુંદાઇ ગઇ  હતી.જેથી,તેની ઓળખ કરવી મુશ્કેલ બની છે.દરજીપુરા અને આજુબાજુના વિસ્તારમાંથી ગુમ થયેલા વ્યક્તિઓની વિગતો પોલીસે મંગાવી છે.મરનાર વ્યક્તિની ઉંમર ૩૫ થી ૪૦ વર્ષની વચ્ચે છે.તેને બ્રાઉન કલરનું શર્ટ  પહેર્યુ છે.

(5:05 pm IST)