Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

વડોદરા:સુરતની યુવતીના લગ્ન કરાવી 1.65 લાખ પડાવી લેનાર ઠગ ટોળકીની મહિલા સહીત ચાર સભ્યોને મકરપુરા પોલીસે ઝડપી પાડયા

વડોદરા:સુરતની યુવતીના લગ્ન કરાવી દઇ ૧.૬૫ લાખ રૃપિયા પડાવી લેનાર ઠગ ટોળકીની મહિલા સહિત ચાર આરોપીઓને મકરપુરા પોલીસે ઝડપી પાડયા છે.જ્યારે યુવતીના  પતિ અને સસરાને પકડવા માટે પોલીસની એક ટીમ દ્વારકા ગઇ છે.

સુરતની ૨૧ વર્ષની યુવતી લગ્નના બહાને છેતરપિંડી કરતી ટોળકીના સકંજામાં ફસાઇ ગઇ હતી.ટોળકીએ દ્વારકાના યુવકની સાથે તેના લગ્ન કરાવી દઇ ૧.૬૫ લાખ પડાવી લીધા હતા.ત્યારબાદ યુવતી સાસરીમાં રહેવા ગઇ હતી.થોડાસમય પછી તેને જાણ થઇ હતી કે,તેના લગ્ન કરાવવાના બહાને ઠગ ટોળકીએ ૧.૬૫ લાખ પડાવી લીધા છે.યુવતીને તેની સાસરીમાં ગોેધી રાખી પતિ દ્વારા તેની મરજી વિરૃદ્ધ શારીરિક સંબંધ બાંધવામાં આવ્યો હતો.મહા મુસીબતે આ યુવતી ટોળકીના સકંજામાંથી છૂટી હતી.ત્યારબાદ યુવતીએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પી.આઇ.આર.એ.પટેલે આ ગુનામાં સામેલ(૧)મનિષ ચંદુભાઇ પરમાર (રહે.હિંમતનગર સોસાયટી,તરસાલી બાયપાસ)(૨)મહેબૂબખાન ઉર્ફે મોહંમદચાચા(રહે.મસ્જિદ ફળિયુ,તરસાલી)(૩)લખમણભારતી ઉર્ફે લખાબાપુ (રહે.સણખલા,તા.ભાણવડ,જિ.દેવભૂમિ દ્વારકા)તથા (૪) સંગીતાબેન ઉદીતકુમાર કશ્યપ (રહે.રાધે એપાર્ટમેન્ટ,સાયણ  ગામ સુરત)ની ધરપકડ કરી છે.

(5:03 pm IST)