Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

સુરતમાં ડુમસના બંગલામાં બળાત્કાર ગુજારવાના કેસમાં ત્રણ આરોપીના જામીન અદાલતે નામંજૂર કર્યા

સુરત:શહેરમાં:બ્યુટીપાર્લરના ધંધા સાથે સંકળાયેલી યુવતિને એક્સપોર્ટ-ઈમ્પોર્ટના ધંધાનું લાયસન્સ કાઢી આપવાના બહાને ડુમસના બંગલામાં બોલાવીને ઘેની પદાર્થ વાળુ પીણું પીવડાવી બળાત્કાર ગુજારવાના કારસામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓની આગોતરા જામીનની માંગને આજે એડીશ્નલ સેશન્સ જજ અમૃત્ત એચ.ધમાણીએ આરોપીઓએ વિરુધ્ધ ગંભીર ગુનામાં કસ્ટોડીયલ ઈન્ટ્રોગેશન જરૃરી હોવાના નિર્દેશ આપી નકારી કાઢી છે.

ડુમસ પોલીસમાં તા.23-10-21ના રોજ ભોગ બનનાર યુવતિએ એક્સપોર્ટ-ઈમ્પોર્ટના ધંધાના લાયસન્સ માટે ડુમસમાં બીપીનભાઈ રામાણીના બંગલા પર બોલાવીને ઘેની પદાર્થવાળુ પીણું પીવડાવીને બળાત્કાર ગુજારી ફોટા વાયરલ કરવાની ધમકી અપાઇ હતી. આ અંગે  આરોપી સંજય બાબુ શેખડાઅંકિતા નાગજી ખૂંટદિનાબેન યોગેશકુમાર પારડીવાલા તથા મુખ્ય આરોપી મનોજ વસાયા વગેરે વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં પોલીસ ધરપકડથી બચવા આરોપી સંજય બાબુ શેખડા (રે.ભક્તિ નંદન સોસાયટીમોટા વરાછા) અંકિતા નાગજી ખુંટ (રે.સાલ્વીક રેસીડેન્સીસેટેલાઈટ અમદાવાદ) તથા દિનાબેન પારડીવાલા (રે.ઋષભ રેસીડેન્સીવેસુ) એ આગોતરા જામીન માંગ્યા હતા. વિલંબિત ફરિયાદહની ટ્રેપનો કેસ અને પ્રથમદર્શનીય કેસ ન હોવાની રજૂઆત કરાઇ હતી.

(5:02 pm IST)