Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

મેઘરજ તાલુકાના બે અલગ અલગ સ્થળેથી પોલીસે ગેરકાયદેસર દારૂના જથ્થા સાથે બે પરપ્રાંતીય શખ્સોને ઝડપી પાડયા

મેઘરજ: તાલુકાના ઇસરી પોલીસે શુક્રવારે બાતમીના આધારે બે અલગ-અલગ સ્થળેથી ગેરકાયદેસર રીતે ગુજરાતમાં ઘુસાડાતો ે ઇગ્લીશ દારૂના મુદ્દામાલ સાથે પરપ્રાંતિય બે શખ્સોને ઝડપી પાડતાં  દારૂની હેરાફેરી કરતા શખ્સોમાં ફફડાટ વ્યાપ્યોછે

શુક્રવારે ઇસરી પોલીસે બાતમીના આધારે બે અલગ-અલગ સ્થળે થી કારમાં લઇ જવાતો ઇગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો તરકવાડા ચારરસ્તાથી ઇકો કારમાંથી ઇગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલોઅને કવોટરીયાનઆ કુલ નંગ. ૧૦૫૬ બોટલ રૂ. ૧..૪૪ લાખની કિંમતના  તેમજ ઇકો ગાડીની કીમત રૂ. ત્રણ લાખ,  એક મોબાઇલ ફોન રૂ.૫૦૦ કુલ મળી રૂ. ૪,૪૪,૫૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપી કાન્તી કમલેશ હોતા (રહે.માલમાથા તા.વીછીવાડા જી.ડુંગરપુર)ને ઝડપી પાડયો હતો

તેમજ બ્રાહ્મણકોટડા ગામની સીમમાં પોલીસે બાતમીના આધારે નાકાબંધી કરી હતી. તેવામાં બાતમી વાળી કાર આવતાં પોલીસે કારને કોર્ડન કરી કારમાં તપાસ કરતાં અલગ અલગ બ્રાન્ડની ઇગ્લીશ દારૂની કુલ બોટલ નંગ. ૧૨૯ જેની કીંમત રૂ.૩૯,૬૫૦ તેમજ કાર જેની કીંમત રૂ. ૩,૫૦,૦૦૦ તેમજ એક મોબાઇલ રૂ.૩,૦૦૦ કુલ મળી રૂ.૩,૯૨,૬૫૦ના મુદ્દા માલ સાથે મળી આરોપી ગોવીંદ લાલુરામ કટારા રહે.ઉદય વિલાસ પેલેસ રોડ માન્ડવા તા.ડુંગરપુર જી.ડુંગરપુર રાજસ્થાનને ઝડપી પાડયોહતો

(4:56 pm IST)