Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

ભિલોડા તાલુકાના કેશરપુરા નજીક જમીન બાબતે મનદુઃખ રાખી બે પરિવારો બાખડ્યા:સામસામે હુમલામાં આંઠ વિરુદ્ધ ગુનો દાખલ

ભિલોડા:તાલુકાના કેશરપુરા ગામે જમીન બાબતે મનદુઃખ રાખી બે પરિવારો બાખડયા હતા. જેમાં પથ્થર અને લાકડી લઈ સામ-સામે હુમલો કરાયો હતો. આ અંગે ભિલોડા પોલીસ સ્ટેશનમાં સામ સામે ફરીયાદ નોંધાવી હતી. પોલીસે બંને પક્ષના આઠ વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

કેશરપુરા ગામના નયનાબેન એફાઈમભાઈ ખરાડીએ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે તેઓ પોતાના ઘરે હતા ત્યારે આરોપીઓને જમીન બાબતે મનદુઃખ હોઈ ઝઘડો થયો હતો.જેથી પથ્થર અને લાકડી લઈ ફરીયાદી ઉપર હુમલો કરી છુટા પથ્થરો મારતાં ઈજા પહોંચી હતી. આમ જમીન બાબતે મનદુઃખ રાખી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી અ૫ાઈ હતી.જેથી આ અંગે નયનાબેન ખરાડી એ ભિલોડા પોલીસ સ્ટેશનમાં દિનેશ કાર્ર્નોેલીયસભાઈ કટારા,કાનજી ઈશાકભાઈ કટારા,મહેશ કાનજી કટારા અને માઈકલ કાનજીભાઈ કટારા(ચારેય રહે. કેશરપુરા,તા.ભિલોડા)નાઓ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી.

જયારે સામે પક્ષે મહેશભાઈ કાનજીભાઈ કટારા એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યા મુજબ તેઓ પોતાની જમીનમાં મહુડા નીચે થઈને પસાર થતા હતા. તે દરમ્યાન નયનાબેન ખરાડી એ કહેલ કે અહી થઈને કેમ જાવ છો..તેમ કહી ઝઘડો કર્યો હતો.જેમાં મહેશભાઈને કાન ના ઉપરના ભાગે પથ્થર મારી ઈજા ૫હોંચાડી હતી.આમ સામાન્ય બાબતને લઈ બે પરિવારો સામ-સામે બાખડયા હતા.જેથી જાનથી મારી નાખવાની ધમકી અપાતાં આ અંગે મહેશભાઈ કાનજીભાઈ કટારા એ ભિલોડા પોલીસ સ્ટેશનમાં નયનાબેન એફાઈમભાઈ ખર્રાીજયેશ એફાઈમભાઈ ખરાડીમુસાભાઈ શાંતિયેલભાઈ ખરાડી અને કૈલાસબેન મુસાભાઈ કટારા (ચારેય રહે. કેશરપુરા,  તા.ભિલોડા)નાઓ સામે ફરીયાદ નોંધાવી હતી. પોલીસે બંને પક્ષના ૮ ઈસમો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

(4:56 pm IST)