Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

અમદાવાદમાં વેક્સિનેશન સેન્ટરમાં આયોજનનો અભાવઃ ૧૦૦થી વધુ લોકો લાઇનમાં ધક્કે ચડ્યાઃ ટોકન સિસ્ટમ ન હોવાથી સેન્ટર ઉપર ભીડઃ સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા

અમદાવાદ: ગુજરાતમાં રસીકરણ પૂરજોશમા ચાલી રહ્યુ છે. વેક્સીનેશન માટે હવે લોકો પણ જાગૃત થતા મોટી સંખ્યામાં લોકો વેક્સીન લેવા તૈયાર હોય છે. આવામાં અમદાવાદના વેજલપુર રસીકરણ અભિયાનમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો. અમદાવાદમાં વેક્સિનેશન સેન્ટર પર આયોજનના અભાવે 100થી વધુ લોકો લાઇનમાં ધક્કે ચઢ્યા હતા. ટોકન સિસ્ટમ ન હોવાથી સેન્ટર પર ભારે ભીડ જામી હતી.

વેજલપુર વિસ્તારમાં ધારાસભ્ય કિશોર ચૌહાણ દ્વારા વેક્સિનેશન કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો. વેજલપુરના સાનિધ્ય પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલ કેમ્પમા ટોકન સિસ્ટમ ન હોવાના કારણે ભારે ભીડ થઈ હતી. વેક્સિન લેવા માટે લોકોના ટોળે ટોળાં ઉમટ્યા  હતા. સાથે જ વેક્સિનેશન સ્થળ પર વ્યવસ્થાનો અભાવ દેખાયો હતો. જેથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તાત્કાલિક મુલાકાતે પહોચ્યા હતા.

વેજલપુરના આ વેક્સિનેશન સેન્ટર પર લોકોએ લાઈનો લગાવી અને વેક્સિન લેવા માટે પડાપડી પણ કરી. ટોકન સિસ્ટમ ન હોવાથી લોકો માટે ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી.

અમદાવાદમાં 1 લાખના લક્ષ્યાંકને પહોંચી વળવા પ્રયત્નો શરૂ કરાયા છે. આ માલે AMCના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું કે, અમદાવાદમાં તમામ વિસ્તારમાં ઓફલાઈન રજિસ્ટ્રેશનને પગલે થોડી અવ્યવસ્થા થઈ છે. અમે તેમાં સુધારો કરીએ છીએ.

(4:28 pm IST)