Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

અંતિમ વીડિયોમાં દુઃખ ઠાલવી મોઢેરા કેનાલમાં છલાંગ લગાવી ચાણસ્માના યુવકની આત્મહત્યા

યુવકને તરફડિયા મારતા જોઈને મોટું ટોળું રાડો પાડતું રહ્યું પરંતુ કોઈ બચાવવા માટે પહોંચે તે પહેલાં ડૂબી ગયો

મહેસાણા :ચાણસ્માના ગંગેટના યુવકે વીડિયો બનાવી કેનાલમાં આત્મહત્યા કરી હતી. જોકે, અંતિમ વીડિયોમાં યુવકે આપઘાતનું કારણ જણાવ્યું હતું. આ યુવક કેનાલમાં કૂદ્યા બાદ તરફડિયા મારતો રહ્યો પરંતુ તેને બચાવવા માટે કોઈ આવી શક્યું નહોતું. કિનારે ઉભેલા કેટલાક લોકોએ તરવૈયાના અભાવે પોતાનો જીવ જોખમમાં મૂક્યો નહોતો. આપઘાતનો આ લાઇવ વીડિયો ઉત્તર ગુજરાતમાં ખૂબ ફેલાઈ રહ્યો છે. લોકો સોશિયલ મીડિયામાં આ વીડિયો પર દુખ ઠાલવી રહ્યા છે.

બનાવની વિગતો મુજબ ગઈકાલે મોઢેરા કેનાલમાં ચાણસ્માના ગંગેટના યુવકે મોતની છલાંગ લગાવી હતી. જોકે, આ યુવકે આપઘાત કરતાં પહેલાં એક અંતિમ વીડિયો બનાવ્યો હતો. આ વીડિયોમાં તેણે પોતાની આત્મહત્યા કરવાનું કારણ જણાવ્યું હતું. યુવકને તરફડિયા મારતા જોઈને મોટું ટોળું રાડો પાડતું રહ્યું પરંતુ કોઈ બચાવવા માટે પહોંચે તે પહેલાં આ યુવક ડૂબી ગયો હતો.

યુવકે વીડિયોમાં કહ્યું, 'મારૂં નામ જશવંત છે હું મારી મરજીથી આત્મહત્યા કરું છું. હું મારી માનસિક બીમારી અને કિડનીની બીમારીથી કંટાળીને આપઘાત કરું છું મારા મૃત્યુનું કારણ હું જ છું બીજા કોઈનો કોઈ વાંક નથી. લવ ફ્રેન્ડ્સ, મોમ ડેડ બાય બાય.

(12:57 pm IST)