Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

સુરતના અલથાણના બાલાજી બંગ્લોઝમાં દારૂની મહેફિલ પર પોલીસના દરોડા:10 નબીરા ઝડપાયા

3 દારૂની બોટલો અને એક હુક્કો, સહિતનો સામાન કબજે: પકડાયેલા આરોપીઓ આર્કિટેક, કાપડ વેપારી, ફોટોગ્રાફી, સહિતના અલગ અલગ વેપાર ધંધાઓ સાથે સંકળાયેલા

સુરતના અલથાણના બાલાજી બંગ્લોઝમાં મધરાત્રે દારૂની મહેફિલ પર પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે અહીંથી દારૂની મહેફિલ માણતા ૧૦ લોકોની ધરપકડ કરી હતી.સૂત્રો પાસેથી મળેલી બાતમીના આધારે અલથાણમાં મધરાત્રે એક બંગલામાંથી પોલીસે દારૂ મહેફિલ પકડી પાડી છે.ખટોદરા પોલીસને બાતમી મળી હતી કે, અલથાણ સેકન્ડ વીઆઈપી રોડ પર બાલાજી બંગ્લોઝના એક બંગલામાં દારૂની મહેફિલ ચાલે છે. જેના આધારે મોડીરાત્રેે પોલીસે બંગલામાં રેડ કરતા 10 વેપારીઓ દારૂની મહેફિલ માણતા પકડાયા હતા.

પોલીસે બંગલામાંથી 3 દારૂની બોટલો અને એક હુક્કો, સહિતનો સામાન કબજે કર્યો હતો. બંગલામાં ભાડેથી રહેતા આર્કિટેક ધ્રુપદ રાઠોડે મિત્રો સાથે દારૂની પાર્ટીનું આયોજન કર્યું હતું. મોડીરાત્રે ખટોદરા પોલીસે ફરિયાદ લેવાની તજવીજ શરૂ કરી છે. પકડાયેલા આરોપીઓ આર્કિટેક, કાપડ વેપારી, ફોટોગ્રાફી, સહિતના અલગ અલગ વેપાર ધંધાઓ સાથે સંકળાયેલા છે.

(12:54 pm IST)