Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

૩૦ અધિક કલેકટરોને મળી સિલેકશન સ્કેલમાં બઢતી

ચંદ્રેશ કોટક, પી. જે. ઓંધિયા, જે. કે. પટેલ, એન. એસ. ડોડિયા, એચ. એમ. જાડેજા, એ. બી. પાંડોર વગેરેનો સમાવેશ

રાજકોટ તા. ર૬ :.. રાજય સરકારે અધિક કલેકટર કક્ષાના ૩૦ અધિકારીઓને સિનિયર સ્કેલમાંથી સિલેકશન સેલમાં બઢતી આપી જો તે સ્થાને યથાવત રાખ્યા છે. ટૂંક સમયમાં અધિક કલેકટર કક્ષાએ મોટા ફેરફારો આવી રહ્યા છે.

જે અધિકારીઓને સિલેકશન સ્કેલ મળ્યો છે. તેમાં પી. જે. ઓંધિયા, સી. એમ. ત્રિવેદી, જી.પી. બ્રહ્મભટ્ટ, કે. એન. ચાવડા, જે. કે. પટેલ, એન. એસ. ડોડીયા, કે. એસ. યાજ્ઞિક, ડી. એમ. શુકલ, એચ. એમ. જાડેજા, પી. ટી. સાધુ, આર. જે. બાલવી, ટી. કે. ડામોર, એ. બી. પાંડોર, બી. બી. ચૌધરી, ડી. આર. પટેલ, જે. ડી. પટેલ, એમ. એલ. નલવાયા, પી. કે. હડુલા, બી. સી. પરમાર, એચ. આર. મોદી, એચ. જે. પ્રજાપતિ, એચ. આર. કાલરિયા, એલ. બી. બાંભણીયા, સી. સી. કોટક, કે. જે. રાઠોડ, ડી. એલ. પરમાર, એસ. જે. જોષી, અંજના પટેલ, વી. આઇ. પટેલ, વી. સી. ગામિત વગેરેનો સમાવેશ થાય છે.

(11:51 am IST)