Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

થિયેટર માલિકોને ૧૨૦૦ કરોડનો ફટકો ટેકસમાં રાહત આપતા મુશ્કેલી ઓછી થઇ

ગુજરાત સરકારે કોરોના બીજી લહેર બાદ થોડા નિયંત્રણો હળવા કર્યા : એસોસિએશન અને થિયેટર માલિકો સાથે મિટિંગ બાદ નિર્ણય લેવામાં આવશે

અમદાવાદ,તા. ૨૬: ગુજરાત સરકાર કોરોના બીજી લહેર બાદ થોડા થોડા નિયંત્રણો હળવા કર્યા છે. જેમાં ૅમળેલી કોર કમિટિની બેઠકમાં સી.એમ એ થિયેટરને ૫૦ ટકા સાથે ખોલવાની મંજુરી આપી છે. આગામી ર૭ તારીખ થી મલ્ટીપ્લેકસ ૫૦ ટકાની કેપેસિટી સાથે ખોલી શકાશે. જોકે આ કોરોના કાળમાં થિયેટર માલિકોને ૧૨૦૦ કરોડનો ફટકો પડયો છે. કોરોનાકાળમાં થિયેટર માલિકોને ટેકસમાં રાહત આપવામાં આવી છે અને લાઈટ બીલમાં રાહત આપવામાં આવી છે . જેથી તેમના બીજો થોડો હળવો થયો છે. કોરોના કાળમાં ઘણા થિયેટર માલિકોએ થિયેટર બંધ કરવા સુધીનો પણ નિર્ણય લઈ લીધો હતો.

વાઈલ્ડ એન્ગલના મલિક રાકેશભાઈ એ જણાવ્યું હતું કે અમને આ કોરોનાકાળમાં ખૂબ જ નુકશાન થયુ છે. અમેં સરકારને રજુઆત કરી હતી ત્યારે સરકાર એ અમને ટેકસ બિલ અને લાઈટ બીલમાં રાહત આપી છે. પરંતુ અમારે દર મહિને પ લાખનું નુકશાન થઇ રહ્યું છે. ગઈકાલે સરકાર એ થિયેટર ખોલવા માટેની મંજૂરી આપી છે. કોવિડ ગાઈડલાઇન અને એસ ઓ પી મુજબ તો અમે તમામ થિયેટરના માલિકો મિટિંગ કરી અને નક્કી કરીશું કે કેવી રીતે ખોલવા.. કોરોનામાં પહેલી લહેરબાદ જયારે થિયેટર ખોલવામાં આવ્યા ત્યારે કોઈ દર્શક નહોતા આવતા અને જયારે ફિલ્મ અમે થિયેટર પર લાવ્યા અને ચાલુ થાય ત્યાં જ પાછી બીજી લહેર શરૂ થઈ ગઈ એટલે બંધ કરવા પડયા. આ વખતે અમે દરેક પાસા ને જોઈ અને પછી નિર્ણય કરીશું. હાલ તો અમે ઈંગ્લીશ ફિલ્મ ગુજરાતી ફિલ્મ અને જૂના ફિલ્મ થી થિયેટર ચાલુ કરવાના છીએ આગળ અમને કેવો રિસ્પોન્સ મળે છે તેના પર અમે નવા મુવી થિયેટરમાં લાવીશું. જોકે થિયેટરમાં નાસ્તો અને પાણીની વ્યવસ્થા કેવી રીતે કરવી તે અંગે પણ આજે નિર્ણય લઇશું. થિયેટરને સેનેટાઇઝ અને ટેમ્પરેચર ગનથી ટેપરેચર માપી અને માસ્ક સોસીયલ ડિસ્ટન્સ સાથે શરૂ કરીશું.

(10:43 am IST)