Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

વાઘોડિયા ગામ પાસે મો.સા.પર આવતા શખ્સ પર ગુપ્તી,, પાઇપ વડે હુમલો,2 વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વાઘોડિયા અને ટિમ્બિ ગામની વચ્ચે એક યુવાન પર જીવલેણ હુમલો થતા બે શખ્સો વિરુદ્ધ ફરીયાદ થઈ છે.

 આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર સંજયભાઈ દેવરાજભાઈ વસાવા(,ઉ.વ.26) ( રહે.ગામકુવા) ની ફરીયાદ મુજબ તેઓ તા.23 જૂને રાત્રે 12 વાગે વાઘોડીયા થી ગામકુવા મોટર સાઇકલ ઉપર જતા હતા તે વખતે ગામકુવા ગામના આશિષ રતીલાલ વસાવા અને ભુપેન્દ્ર રામસિંગભાઈ વસાવા મોટર સાઇકલ ઉપર આવી તેમની મોટર સાઇકલ અટકાવી ગાળો બોલી ભપેન્દ્રએ લોખંડની પાઇપ થી ડાબા હાથે મારી ઇજાઓ કરી તથા અસીશે ગુપ્તી હાથમાં મારી ગંભીર ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોય હાલ સંજય વસાવા રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે,આમલેથા પોલીસે હુમલો કરનાર બંને શખ્સો સામે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

(9:19 am IST)