Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

રીંગણી ગામના કોતરમાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીનો નાશ કરી રૂ.1400 નો મુદામાલ જપ્ત કરતી આમલેથા પોલીસ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રીંગણી ગામની સીમના કોતર માં ચાલતી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીઓનો આમલેથા પોલીસે નાશ કરી મુદામાલ જપ્ત કર્યો છે
 આ અંગે મળતી માહિતી મુજબ આમલેથા પોલીસ પ્રોહીબીસનની રેડમાં હતી તે વખતે બાતમીના આધારે રીંગણી ગામની સીમના  કોતરમાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવનાર હર્ષદ અલખામભાઈ વસાવા (રહે.રીંગણી) ની ભઠ્ઠી પર રેડ કરતા ત્યાંથી દેશી દારૂ 10 લીટર કિંમત રૂ.200, ગરમ વોશ 100 લીટર કિંમત રૂ.200, ઠંડો વોશ 400 લીટર કિંમત રૂ.800 તેમજ એલ્યુમિનિયમ થાળ રૂ.200 મળી કુલ રૂ.1400નો મુદામાલ કબજે કર્યો હતો,જોકે રેડ દરમ્યાન હર્ષદ વસાવા સ્થળ પર મળી ન આવતા આમલેથા પોલીસે તેના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(11:38 pm IST)