Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોની ચૂંટણીમાં હોબાળો

વિરોધ પક્ષના નેતા સાથે સિક્યુરિટી ગાર્ડે દાદાગીરી કરતા હોબાળો મચી ગયો

સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોની ચૂંટણી યોજાઈ હતી.જેમાં વિરોધ પક્ષના નેતા સાથે સિક્યુરિટી ગાર્ડે દાદાગીરી કરતા હોબાળો મચી ગયો હતો.ઘણા વર્ષો બાદ ચૂંટણી યોજાઈ હતી...નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો માટે ઘણા વર્ષો બાદ ચૂંટણી યોજાઈ હતી...ભાજપની સંકલનમાં જાહેર કરાયેલા સત્તાવાર ઉમેદવાર ઉપરાંત ભાજપના એક કોર્પોરેટરે ભાજપ તરફથી અપક્ષનું વધારાનું ફોર્મ ભર્યું હતું...એવી ચર્ચા છે કે કોર્પોરેટર અને અપક્ષ ઉમેદવારી નોંધાવવા માટે ભાજપના કોર્પોરેટરો અને મનપાના કેટલાક પદાધિકારીએ પડદા પાછળ રોલ ભજવ્યો હતો.
 

(11:28 pm IST)