Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

ડીસાના આસેડા ગામેથી ગાંજાનું વાવેતર ઝડપાયું :7,68 લાખના મુદામાલ સાથે ખેડૂતની ધરપકડ

ખેતરમાં ચાર ફૂટની હાઈટવાળા 1078 છોડ મળ્યા :120 કિલો જથ્થા સાથે વાવનાર ખેડૂત પારજીજી વલાજી ઠાકોર ઝડપાયો,

  બનાસકાંઠામાં ડીસાના આસોડા ગામમાં ખેતરમાં ગાંજાના છોડનું વાવેતર કરતા ખેડૂત ઝડપાયો હતો. એસઓજી ની ટીમે વાવેતર કરનાર ખેડૂત સહિત 1078 ગાંજાના છોડ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

  આ અંગે મળતી વિગત મુજબ બનાસકાંઠાના ડીસા તાલુકાના આસેડા ગામમાં એક ખેડૂત તેના ખેતરમાં ગાંજાના છોડનું વાવેતર કર્યું હોવાની માહિતી બનાસકાંઠા પોલીસને મળતા બનાસકાંઠા જિલ્લાની એસ.ઓ.જી.ની ટીમે ખાનગી રાહે તપાસ હાથ ધરી હતી. જેમાં આસેડા ગામ પાસે રહેતા પારજીજી વલાજી ઠાકોરે તેમના ખેતરમાં ગાંજા ના છોડનું વાવેતર કર્યું હોવાનું માલૂમ પડ્યું હતું.
જેથી તેમના ખેતરમાં તપાસ દરમિયાન 1078 ગાંજાના છોડ મળ્યા હતા. અંદાજે ચાર ફૂટની હાઈટ વાળા 1078 છોડ મળી આવતા પોલીસે 120 કિલોના ગાંજાના જથ્થા સાથે કુલ 7.68 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે વાવેતર કરનાર પારજીજી વલાજી ઠાકોરની પણ પોલીસે અટકાયત કરી ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(10:37 pm IST)