Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

સુરતના રાંદેળમાં ટ્રાન્સફોર્મર પર કામ કરતા યુવકને કરંટ લાગ્યો :10 ફૂટ ઊંચેથી પટકાયો

 

સુરત DGVCLની ગંભીર બેદરકારી સામે આવી છે. રાંદેર ગામમાં આવેલા પાયકવાડ નજીક લાઇન પર કામ કરતા યુવકને વીજ કરંટ લાગ્યો હતો.

 ટ્રાન્સફોર્મર પર કામ કરતા યુવકને કરંટ લાગતા અંદાજિત 10 ફૂટ ઉપરથી યુવાન નીચે પટકાયો હતો જેમાં યુવાન બંધ લાઇનમાં કામ કરી રહ્યો હતો.. જે દરમ્યાન લાઇન અચાનક ચાલુ થતા કરંટ લાગ્યો હતો. ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી.

(10:13 pm IST)