Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

હવે ગુજરાતમાં ૩૦૦ નવા સીએનજી સ્ટેશન બની જશે

મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જાહેરાત થઇ : રાજ્યભરના તમામ રાજમાર્ગો ઉપર બે વર્ષમાં સીએનજી સ્ટેશન લગાવવાની તૈયારી : મુખ્યપ્રધાનના નિવાસ બેઠક

અમદાવાદ, તા. ૨૬  : પર્યાવરણની સુરક્ષા અને પેટ્રોલ અને ડિઝલ ઉપર વધતી આત્મનિર્ભરતાને ઘટાડવા માટે ગુજરાત સરકાર ૩૦૦ નવા સીએનજી સ્ટેશન શરૂ કરનાર છે. ગુજરાતના તમામ રાજ્યમાર્ગો ઉપર બે વર્ષમાં સીએનજી સ્ટેશન સ્થાપિત કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના સરકારી આવાસ ઉપર યોજાયેલી બેઠકમાં અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવ્યા બાદ રૂપાણીએ પોતે આની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, દેશમાં છેલ્લા ૨૩ વર્ષથી કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (સીએનજી)નો ઉપયોગ વાહનોમાં કરવામાં આવે છે. હાલમાં દેશમાં ૧૭૬૨ સીએનજી સ્ટેશન છે જેમાંથી ૩૧ ટકા એટલે કે ૫૪૨ સ્ટેશન ગુજરાતમાં છે. આમાથી ૩૪૪ સ્ટેશન ગુજરાત ગેસ તથા સાબરમતી ગેસ સંચાલિત છે. દરરોજ સાડા ત્રણ લાખ વાહનો સીએનજી ગેસ ભરાવે છે. સીએનજી પંપ ઉપર વાહનોને રાહ જોવાની ફરજ પડે છે. સરકાર પ્રાઇવેટ-પબ્લિક પાર્ટનરશીપથી હવે ૩૦૦ નવા સીએનજી સ્ટેશન શરૂ કરવા માટે ઇચ્છુક છે. સરકારે પેટ્રોલ પંપ માલિકોને સીએનજી સ્ટેશન ચલાવવાની મંજુરીની ફરજિયાત બાબતને મુક્તિ આપી દીધી છે. પંપ માલિક હવે દોઢથી બે કરોડના રોકાણ સાથે સીએનજી સ્ટેશન શરૂ કરી શકે છે. રૂપાણીએ કહ્યું છે કે, પેટ્રોલ અને ડિઝલના ઉપયોગથી વધારે કાર્બન ઉત્સર્જન થાય છે જે પર્યાવરણ પ્રાણીઓને નુકસાન પહોંચાડે છે. ગુજરાતમાં સાડા ૧૩ લાખ ઘરમાં પીએનજી કનેક્શન છે. ત્રણ વર્ષ બાદથી આને વધારીને ૧૮ લાખ કરી દેવામાં આવશે. વાર્ષિક બે લાખથી ઓછી આવકવાળા પરિવારને આના માટે ૧૦૦૦ રૂપિયા અને બે લાખથી વધારેની આવકવાળા પરિવારને પાંચ હજારની ડિપોઝિટ આપવામાં આવશે. કેન્દ્ર સરકાર તરફથી ગરીબોને સસ્તા પ્રમાણમાં એસી આપવાની અફવા વચ્ચે પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડે એક પરિપત્ર જારી કરીને કહ્યું છે કે, આ પ્રકારની કોઇ યોજના નથી. સોશિયલ મિડિયા ઉપર ચાલતી આ પ્રકારની બાબત બિનજરૂરી છે.

(9:34 pm IST)