Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

અમદાવાદમાં ફરી મેઘરાજાનું આગમન :અનેક વિસ્તારમાં ભારે પવન સાથે ધીમીધારે વરસાદ

રાયપુર, ખાડિયા, નરોડા, હિરાવાડી, બાપુનગર, કાલુપુર, ગીતા મંદિર, વાસણા, નહેરુનગર, શિવરંજની, વસ્ત્રાપુર, ગુરુકુળ સહિત વિસ્તામાં વરસાદ

અમદાવાદમાં છેલ્લા બે દિવસથી મેહુલિયો મન મૂકીને વરસી રહ્યો છે આજે અમદાવાદ જિલ્લામાં ફરી એક વાર અચાનક વાતાવરણમાં પલ્ટો આવતા મેઘરાજાનુ આગમન થયુ છે. અમદાવાદના રાયપુર, ખાડિયા, નરોડા, હિરાવાડી, બાપુનગર, કાલુપુર, ગીતા મંદિર, વાસણા, નહેરુનગર, શિવરંજની, વસ્ત્રાપુર, ગુરુકુળ સહિત લગભગ શહેરના તમામ વિસ્તારમાં વરસાદ ભારે પવન સાથે ધીમી ધારે ઝરમર ઝરમર વરસાદની શરૂઆત થતાં વાતાવરણાં ઠંડક પ્રસરી છે.

(6:56 pm IST)