Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

સિદ્ધપુર નજીક સરસ્વતી ઝાડીમાં સમાજના ડરથી કંટાળી પ્રેમી પંખીડાએ જીવન ટૂંકાવ્યું

સિધ્ધપુર: પસવાદળ પોળ પાસે સરસ્વતી નદીના કાંઠે આવેલ ઝાડીઓમાં પ્રેમીપંખીડાઓએ સાથે જીવન મરણના કોલ આપ્યા હોય તેમ એક સાથે રસ્સા વડે ઝાડ સાથે બાંધી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ આસપાસના લોકોના ટોળેટોળા ઉમટયા હતા. કોઈએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૃ કરી હતી. જેમાં પ્રેમીપંખીડામાં યુવક લુખાસન ગામનો કોલેજ કરતો યુવક હિતેશ નટવરભાઈ પરમાર હોવાનું તથા છોકરી કિંજલ પ્રકાશભાઈ પટણી હોવાનું ખુલ્યું છે. જોકે કયા કારણસર આત્મહત્યા કરી તે જાણી શકાયું નથી. પરંતુ મરણ જનાર પ્રેમીપંખીડાએ એક ટાઈપના લાલ કલરના ટી શર્ટ તેમજ કાળા કલરની પેન્ટ પહેરી સાથે જીવવા મરવાના સોગંધ ખાઈ ઝાડ નીચે ગળા ટુંપો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

(5:34 pm IST)