Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

ડીસામાં દુર્ગંધયુક્ત પાણીનો ઉપયોગ કરતી 45 વર્ષીય શખ્સે ફૂલોની ખેતી કરી

ડીસા: શહેર ના 45 વર્ષના હિતેશ સૈની નામના કેડૂતે પોતાના પરસેવાથી કમાલ કરી બતાવી છે. હિતેશ સૈની ડીસા શહેરના મારવાડી મોચીવાસ  વિસ્તારમાં પાંચ વીઘા જમીન ધરાવે છે. પરંપરાગત ખેતી કરતા હિતેશ સૈનીએ શહેરની ગટરોનું જે પાણી તેમના ખેતરની નજીકથી વહેતું હોય છે તે પાણીને પોતાના ખેતરમાં વાળીને તેનો સિંચાઈ તરીકે ઉપયોગ કર્યો અને પોતાના ખેતરમાં ગુલાબની ખેતી કરીને દુર્ગંધયુક્ત પાણીમાં પણ પરસેવો પાડીને ગુલાબની ખેતી કરતાં અત્યારે તેમનું ખેતર ગટરની દુર્ગંધના બદલે ગુલાબની સુગંધમાં ફેરવાઈ ગયું છે. એકદમ બદબુદાર પાણી  કે જેની આસપાસથી પસાર થવાથી પણ માથું ફાટી જાય તેવી દુર્ગંધ મારતું હોય તેવા પાણીનો સિંચાઈ તરીકે  હિતેશ સૈનીએ ઉપયોગ કર્યો અને પોતાના ખેતરમાં પાણી વાળીને આવા દુર્ગંધયુક્ત પાણીમાં પણ ગુલાબની સફળ ખેતી કરી બતાવી છે. જેના ફળ સ્વરૃપે આજે હિતેશ સૈનીનું ખેતર ગુલાબની ખુશ્બુથી મહેંકી ઉઠયુ ંછે.

(5:34 pm IST)