Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં 250 દવાઓની અછતના કારણે દર્દીઓની હાલત કફોડી

સુરત: શહેરની નવી સિવિલ હોસ્પિટલને ખાનગી હોસ્પિટલની સમકક્ષ બનાવવાની વાત સરકાર કરે છે. પણ નવી સિવિલ હોસ્પિટલમાં હાલમાં 250 પ્રકારની દવાની અછતને લીધે દર્દીઓના હાલત કફોડી બની છે. તે પૈકી 100 પ્રકારની દવાની વધુ અછત છે. દર્દીઓએ ખાનગી સ્ટોરમાંથી પૈસા ખર્ચીને દવા લેવાની નોબત ઉભી થઇ છે.

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ગરીબ મધ્યમવર્ગના રોજના હજારો દર્દી વિવિધ તકલીફોની સારવાર માટે આવે છે. પણ ગરીબોની બેલી મનાતી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાક સમયથી ૨૫૦ જેટલી વિવિધ દવાની અછત છે. ખાસ કરીને વોર્ડમાં દાખલ દર્દીઓને પણ દવાની અછતને લીધે ઘણી તકલીફ પડી રહી છે. ચોમાસાની ઋતુ શરૂ થતા તાવ, ઝાડા-ઉલ્ટીના દર્દીઓનો ધસારો વધું રહે છે ત્યારે દવાની અછતથી મુશ્કેલી ઉભી થઇ રહી છે

(5:31 pm IST)