Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

ખંભાતના ચકડોળ ગ્રાઉન્ડ નજીક યુવતીની છેડતી કરનાર શખ્સને ઠપકો આપતા ચાર શખ્સોનો લાકડીથી જીવલેણ હુમલો

ખંભાત: શહેરના ચગડોળ ગ્રાઉન્ડ પાસે આવેલી શ્રીજી કૃપા સોસાયટીમાં ગત ૨૩મી તારીખના રોજ યુવતીની છેડતી કરનારને ઠપકો આપતાં ચાર શખ્સોએ લોખંડની પાઈપથી હુમલો કરીને માર મારી ગંભીર ઈજાઓ પહોચાડતાં અંગે ખંભાત શહેર પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે

મળતી વિગતો અનુસાર વિકીભાઈ ટેનુભાઈ ચુનારાએ નજીકમાં રહેતી એક યુવતીનો હાથ પકડીને છેડતી કરી હતી. જેથી કેવલભાઈ તેને સમજાવવા જતાં વિકિભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ગમે તેવી ગાળો બોલીને પોતાની પાસેની લોખંડની પાઈપ કેવલભાઈને માથામા મારી દીધી હતી. જેથી ચામડી છુંદાઈ જતાં લોહી નીકળ્યું હતુ

(5:29 pm IST)