Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

નડિયાદ તાલુકાના વડતાલ નજીક ઈન્દીરાનગરીમાંથી 1.22 લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો

ખેડા: જિલ્લાના નડિયાદ તાલુકાના વડતાલ તેમજ નડીઆદ શહેરની ઈન્દિરાનગરીમાંથી .૨૨ લાખનો વિદેશી દારૂ પકડાવા પામ્યો છે જેમાં એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે જ્યારે બે શખ્સો ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા

અંગે મળતી માહિતી મુજબ નડિયાદમાં આવેલ ઈન્દિરાનગરી વિસ્તારમાં રહેતાં કોકીલાબેન ગણપતભાઈ તળપદાએ પોતાના ઘરની પાછળના ભાગમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો હોવાની માહિતી નડિયાદ પશ્ચિમ પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે કોકીલાબેનના ઘરે જઈ દરોડો પાડી ૬૦ નંગ વિદેશી દારૂની બોટલો કિંમત રૂ.૧૮,૪૦૦ના મુદ્દામાલ સાથે કોકીલાબેન ગણપતભાઈ તળપદાને ઝડપી તેના વિરૂધ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

(5:26 pm IST)