Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

ઠાસરા તાલુકાના મલાઈ ગામે નજીવી બાબતે હત્યા કરનાર નણદોઇને અદાલતે 6 વર્ષની સજાની સુનવણી કરી

ઠાસરા: તાલુકાના મલાઈ ગામની સીમમાં આવેલી તમાકુની ખરી પર નણદોઈએ સાળાવેલીને જમવાનું સમયસર કેમ નથી આપતાં કહી ચપ્પુના ઉપરાછાપરી ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધાં બાદ પોતે પણ મોતને ભેટવા પેટમાં ચપ્પુ મારી દીધું હતુ. જો કે સમયસર સારવાર મળતાં નણદોઈ બચી ગયાં હતાં. જ્યારે સાળાવેલીનું મોત થયું હતું. બનાવમાં નડિયાદ કોર્ટે સાળાવેલીની હત્યા કરનાર નણદોઈને વર્ષની સખત કેદની સજા તેમજ રૂપિયા ૬૦ હજારનો દંડ ફટકારતી સજાનો હુકમ કર્યો હતો બનાવ અંગે ડાકોર પોલીસમાં નિકિતાબેન નિલેશભાઈ વસાવાએ ફરીયાદ આપતાં પોલીસે હત્યાનો ગુનો નોંધી છોટુભાઈ છગનભાઈ વસાવાની ધરપકડ કરી ચાર્જશીટ નડિયાદ કોર્ટમાં રજુ કરી હતી. કેસ નડિયાદના ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ એલ. એસ. પીરજાદાની કોર્ટમાં ચાલતાં સરકારી વકીલ ધવલ આર. બારોટે રજુ કરેલા ૧૬ જેટલા દસ્તાવેજી પુરાવા તેમજ સાક્ષીઓની જુબાની અને દલીલો ધ્યાનમાં રાખી આરોપી છોટુભાઈ છગનભાઈ વસાવાને કસુરવાર ઠેરવ્યો હતો અને ઈપીકો કલમ ૩૦૪() મુજબ વર્ષની સખત કેદની સજા તેમજ ૬૦,૦૦૦ રૂપિયાનો દંડ, જો દંડ ના ભરે તો વધુ એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. દંડની રકમમાંથી ૫૦,૦૦૦ ઉર્મીલાબેનના વારસદારોને ચુકવી આપવા પણ ન્યાયાધિશે પોતાના ચુકાદામાં જણાવ્યું હતુ.

(5:24 pm IST)