Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

અમૂલે દૂધ અને દહીં બાદ હવે છાશના ભાવમાં કર્યો છે વધારો

અમદાવાદ, તા.૨૬: અમુલે દૂધમાં ભાવ વધાર્યા પછી છાશના ભાવમાં પણ વધારો કર્યો છે. મહત્વનું છે કે, દહીંના ભાવમાં ૫ રુપિયાનો વધારો કર્યા બાદ હવે છાશમાં પણ ભાવ વધારવામાં આવ્યો છે.

અમૂલે છાશના ભાવમાં ૨ રુપિયાનો વધારો કર્યો છે. એટલે કે હવે અમુલ છાશ લીટરે ૨૪ રુપિયે મળશે. મહત્વનું છે કે, અત્યાર સુધી અમૂલ છાશના ૧૦ રુપિયા લેવામાં આવતા હતા જે પછી તેનો ભાવ ૧૧ કરાયો હતો અને હવે ૫૦૦ ગ્રામ દીઠ તેમાં વધુ ૧ રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે. લગભગ મોટાભાગના ઘરોમાં અમૂલ દૂધની સાથે છાશનો પણ વપરાશ થાય જ છે. હવે ભાવ વધારો થવાના કારણે ગૃહિણીઓ અકળાઈ રહી છે. મહત્વનું છે કે, પાછલા વર્ષે ભાવ વધારા બાદ ગૃહિણીઓ નારાજ દેખાઈ હતી જે પછી છાશનો ભાવ પ્રતિલિટર ૨૦ કરવામાં આવ્યો હતો. જોકે, સમય જતા તેમાં ૪ રૂપિયાનો વધારો થઈ ગયો છે.

માત્ર ગુજરાત જ નહીં પણ ગુજરાતની બહાર પણ છાશ અમૂલની છાશનું વેચાણ થાય છે. અમૂલ ગુજરાત સિવાય દિલ્હી અને NCR, મુંબઈ, કાનપુર, લખનૌ, અલ્હાબાદ, ફરિદાબાદ, આગ્રા, મેરઠ, અલીગઢ, નાગપુર, રાઈપુર, જયપુર, અજમેર, પુષ્કર, ઉદેપુર, જોધપુર, પાલીમાં પણ કરે છે.

અમૂલ દ્વારા છાશની તારીખ પછી તે ૪૮ કલાક સુધી એમની એમ રહે છે, પણ તેના માટે તેને ફ્રીજમાં ૮ ડીગ્રી પર સ્ટોર કરવાની સલાહ અમૂલ આપે છે.

(3:43 pm IST)